Not Set/ રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટ 15 સપ્ટેમ્બરથી બંધ કરાશે

રાજકોટથી મુંબઈ દરરોજ ચાર ફ્લાઈટ ઉડાન ભરી રહી છે પરંતુ હવે સ્પાઈસ જેટની સવારની ફ્લાઈટ બંધ થવાને લીધે હવે ત્રણ ફ્લાઈટ યાત્રિકોને મળશે.

Rajkot Gujarat
Untitled 79 રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટ 15 સપ્ટેમ્બરથી બંધ કરાશે

  સમગ્ર વિશ્વમાં  કોરોના ની બીજની લહેર  ભયાનક જોવા  મળી હતી . જેમાં  લાખો લોકો કોરોના માં મૃત્યુ  પામ્યા હતા તો  વધતા જતા કેસ ને લઈને  અમુક દેશો વચે તો  હવાઈ મુસાફરી  પણ બંધ કરી દેવામાં  આવી હતી. જે હવે કેસ ઘટતા શરૂ કરવામાં આવી છે . ત્યારે મુંબઈની વહેલી સવારની ફ્લાઈટ આગામી તારીખ 15 સપ્ટેમ્બરથી બંધ કરવા તૈયારી કરી દેવામાં આવશે . સવારે 7 કલાકે મુંબઈથી રાજકોટ લેન્ડ થતી અને રાજકોટથી મુંબઈ માટે 7.30 કલાકે ટેકઓફ થતી સ્પાઈસ જેટની ફ્લાઈટને અન્ય રૂટ પર મૂકી દેવાતા રાજકોટથી મુંબઈની ફ્રીક્વન્સી સંભવત 31 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે એરલાઇન્સ કંપનીએ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ હાલ 8 સપ્ટેમ્બર સુધી આ ફ્લાઈટ બંધ કરી છે અને હજુ 15 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સવારની ફ્લાઈટ દોઢ માસ માટે બંધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

હાલ રાજકોટથી મુંબઈ દરરોજ ચાર ફ્લાઈટ ઉડાન ભરી રહી છે પરંતુ હવે સ્પાઈસ જેટની સવારની ફ્લાઈટ બંધ થવાને લીધે હવે ત્રણ ફ્લાઈટ યાત્રિકોને મળશે. જન્માષ્ટમી દરમિયાન મુંબઈ માટે યાત્રિકોનો ટ્રાફિક સારો રહે છે પરંતુ રાજકોટથી મુંબઈ સવારે જઈને સાંજે પરત આવવા માટે વહેલી સવારની ફ્લાઈટ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે અનુકૂળ રહેતી હતી.

જેમાં તેઓ વહેલી સવારની ફ્લાઈટમાં મુંબઈ જઈને સાંજની ફ્લાઈટમાં પરત આવી શકતા હતા. પરંતુ હવે આગામી દોઢ માસ માટે સવારની મુંબઈની ફ્લાઈટ બંધ કરવા કંપનીએ તૈયારી કરી લીધી હોવાનું અને સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં જ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.