માતાપુત્ર ડૂબ્યા/ ડૂબતા પુત્રને બચાવવા માતાએ લગાવી છલાંગ, પણ બંનેના થયા મોત

રાજકોટ માટે રવિવાર વસમો નીવડ્યો લાગે છે. ડૂબતા પુત્રને બચાવવા માટે માતાએ છલાંગ લગાવી પણ તે ડૂબતા પુત્રને બચાવી ન શકી, પરંતુ તેનું પણ મોત થયું છે.

Gujarat
Mothersondrown graffic ડૂબતા પુત્રને બચાવવા માતાએ લગાવી છલાંગ, પણ બંનેના થયા મોત

રાજકોટઃ રાજકોટ માટે રવિવાર વસમો નીવડ્યો લાગે છે. ડૂબતા પુત્રને બચાવવા માટે માતાએ છલાંગ લગાવી પણ તે ડૂબતા પુત્રને બચાવી ન શકી, પરંતુ તેનું પણ મોત થયું છે. ગોંડલના રામસીકી ગામે માતા અને પુત્રના તળાવમાં ડૂબી જતાં મોત થયા છે. તળાવના કાંઠે ન્હાતો આઠ વર્ષનો પુત્ર રામ ઉંડા પાણીમાં જતો રહેતા માતાએ પણ તેને ડૂબતો જોઈ બચાવવા માટે છલાંગ લગાવી હતી. પણ બંનેમાંથી એકેયને તરતા આવડતું ન હતું. તેથી બંનેનું મોત થયું છે.

આમ પુત્રને બચાવવા માટે તળાવમાં પડેલા 30 વર્ષીય આદિવાસી મહિલા રૈયનીબેન રૂપસંગ સાહદરનું પણ મોત થતાં કુટુંબને માટે આભ ફાટ્યું છે. રૈયનીબેને પુત્રને બચાવવા તળાવમાં કૂદકો લગાવતી કપડાં ધોતી બીજી મહિલાઓએ પણ બૂમાબૂમ કરી નાખતા સ્થાનિક લોકોએ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આમ નાના ગામમાં માતાપુત્રના નિધનથી સમગ્ર આદિવાસી કુટુંબમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઉપરાંત દિવસમાં અગાઉ કચ્છમાં ચાર બાળકો ડૂબી ગયા હતા. નદીમાં ન્હાવું જુદી વાત છે અને નર્મદા  કેનાલમાં ન્હાવું જુદી વાત છે. આ જાણકારીના અભાવની કિંમત કચ્છના ચાર બાળકોએ તેમનો જીવ આપીને ચૂકવી. કચ્છમાં મુંદ્રા નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબવાની ઘટના સામે આવી છે. મુંદ્રાની પાસે ભુજપેર ઘેલડા વચ્ચે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબ્યા છે. ચાર બાળકોમાથી બેના મૃતદેહ મળી આવ્યા છે અને બેની તલાશ જારી છે.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. કેનાલમાં બાળકો ડૂબી જવાની ઘટનાના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. બાળકોના પરિવારોમાં રોકક્ળ જારી છે. ચારેય બાળકોના પરિવાર ઊંડા શોકમાં ઉતરી ગયા છે. ચારેય બાળકોમાંથી એકેય બાળકને તરતા આવડતું ન હતું, તેથી ડૂબવાના લીધે તેમના મોત થયા છે.

લોકો નર્મદા કેનાલના પાણીને છીછરું સમજીને ન્હાવા માટે કૂદી પડે છે, પરંતુ તેઓ કેનાલમાં આવતા પાણીના અંડર કરંટને સમજી શકતા નથી. ઉપરથી શાંત દેખાતું પાણી કેટલું ધસમસતુ હોય તેની તેમને ખબર હોતી નથી. બાળકો જ નહી મોટા લોકો પણ અને સારા-સારા તરવૈયા પણ કેનાલમાં વહેતા પાણીના અંડર કરંટને સમજવામાં થાપ ખાય છે. કચ્છ સુધી માતા નર્મદા મૈયાનું પાણી પહોંચ્યું ત્યારે આ પ્રકારની કરુણાંતિકા બને તેવો ભાગ્યે જ કોઈને અંદાજ આવ્યો હશે. બાળકોના માબાપ આના પરથી શીખ લે તો સારું. આ સિવાય અપહરણ કરાયેલા એક બાળકની હત્યા કરી દેવાતા રવિવારનો દિવસ બાળકો માટે ગોઝારો નીવડ્યો હતો.

 

આ પણ વાંચોઃ Children drowned/કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

આ પણ વાંચોઃ child abuse/બાળકને વાળ કપાવવા મોકલતા સાવધાની રાખો, સુરતમાં સલૂનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Rajkot/‘મંદિરોમાંથી દેવી-દેવતાઓને કાઢવાના છે’, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઝેર ઓંક્યું, જુઓ Video

આ પણ વાંચોઃ અમદાવાદ/ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

આ પણ વાંચોઃ Rajkot Fair/રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ