Political/ વઢવાણ યાર્ડની કોંગ્રેસ બોડીનાં 11 ડિરેક્ટરો સહિત 90 કાર્યકર્તાઓએ પાર્ટીને કહ્યુ રામ રામ

વઢવાણ આનંદભુવન ખાતે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં વઢવાણ યાર્ડના 11 કોંગ્રેસી ડિરેક્ટરો અને અંદાજે 90 થી વધુ કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતાં રાજકારણ ગરમાયું….

Gujarat Others
PICTURE 4 73 વઢવાણ યાર્ડની કોંગ્રેસ બોડીનાં 11 ડિરેક્ટરો સહિત 90 કાર્યકર્તાઓએ પાર્ટીને કહ્યુ રામ રામ

વઢવાણ આનંદભવન ખાતે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં વઢવાણ યાર્ડનાં 11 કોંગ્રેસી ડિરેક્ટરો અને અંદાજે 90 થી વધુ કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતાં રાજકારણ ગરમાયું છે.

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે સાંજે ભાજપ દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ભાજપનાં આગેવાનોની ઉપસ્થિતીમાં વઢવાણ યાર્ડની કોંગ્રેસ બોડીનાં 11 ડિરેક્ટરો તેમજ ગ્રામ્ય પંથકનાં 90 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પડી ગયુ છે. આ સમગ્ર ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. હિન્દુત્વની વિચારસરણી ધરાવતા યુવા નેતા હિતેશ દુલેરાની આગેવાની હેઠળ અભિષેક દુલેરા, જીતેન્દ્ર સિંહ ગોહિલ, મહેશ મહેતા વગેરે 50 યુવાનોએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો.

આનંદ ભવન ખાતે શનિવારે સાંજે ભાજપનાં આગેવાનો વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, ડો.અનિરુદ્ધ સિંહ પઢીયાર, દિલીપભાઈ પટેલ, ડો.નરેન્દ્ર મુંજપરા, વગેરેની ઉપસ્થિતિમાં પ્રવેશ મેળવતા યુવાનોને કેસરીયો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

Crime: રામોલમાં ખેલાયો ખૂની ખેલ, જાહેરમાં ઉછળી તલવારો

Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લા પોલીસ એક્શનમાં

Gujarat: ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો