Ahmedabad - Suicide Case/ વાસણાના ફલોર ફેક્ટરીના માલિકે વ્યાજોખોરોના ત્રાસથી કરી આત્મહત્યા

વાસણમાં રહેતા ફલોર ફેક્ટરીના માલિકે આત્મહત્યા કરતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી છે. વાસણા વિસ્તારમાં રહેતા ફલોર ફેક્ટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 08T141930.562 વાસણાના ફલોર ફેક્ટરીના માલિકે વ્યાજોખોરોના ત્રાસથી કરી આત્મહત્યા

અમદાવાદ : વાસણમાં રહેતા ફલોર ફેક્ટરીના માલિકે આત્મહત્યા કરતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી છે. વાસણા વિસ્તારમાં રહેતા ફલોર ફેક્ટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું. વિનોદ ઠક્કર નામના વેપારીએ આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે 5 લોકોના ત્રાસના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે. વાસણા પોલીસે વિનોદ ઠક્કરની આત્મહત્યા મામલે 5 શખ્સો વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો દાખલ કરતા 3 લોકોની ધરપકડ કરી છે. પાંચ શખ્સોએ વેપારી વિનોદ ઠક્કરને વ્યાજના ચક્કરમાં એવો ફસાવ્યો કે કંટાળીને અંતિમ પગલું ભર્યું.

આત્મહત્યા કરનાર શખ્સ ફલોર ફેક્ટરીના માલિકે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તે દર્શક ઠક્કર, ગોપાલ તારાજી, ઉમેશ ચૌહાણ, કમલેશ પટેલ અને અનીલ અગ્રવાલના ત્રાસથી માનસિક રીતે કંટાળી ગયા છે. આ લોકોના કારણે જ તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. વિનોદ ઠક્કરે સ્યુસાઈડ નોટમાં લખ્યું કે તેમણે આ પાંચ શખ્સ પાસેથી ધંધો કરવા વ્યાજે પૈસા લીધા હતા જે તેમને ચૂકવી દેવામાં આવ્યા હતા છતાં તેઓ માંગણી કરી રહ્યા હતા. આ પાંચ શખ્સમાંથી એક વ્યક્તિ તેમની કુટુંબી છે. દર્શક કુમાર કે જે તેમના બનેવી છે તેમને દર મહિને એક લાખ વ્યાજ આપતો હતો છતાં હેરાન કરતા હતા. કમલેશ પૈસા પાછા લેવાના બહાને તેમને ગાડી લઈ ગયો હતો અને સીંગદાણાની ખરીદી કરનાર વેપારી તેમને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપતા હોવાથી આત્મહત્યા કરી. વેપારીએ આત્મહત્યા કરતા પરિવાર નિરાધાર બન્યો. પોલીસે વેપારીની આત્મહત્યાના ગુનામાં 3 લોકોની ધરપકડ કરી છે અને અન્ય 2 ની શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ