Cricket/ રાષ્ટ્રગાન સમયે ભાવુક થયો આ ખેલાડી, વીડિયો વાયરલ

ગુરુવારે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે હૈદરાબાદમાં જન્મેલો ઝડપી બોલર મોહમ્મદ સિરાજનાં આંખમાંથી અચાનક આંસુ નીકળવા લાગ્યા હતા…

Sports
Makar 51 રાષ્ટ્રગાન સમયે ભાવુક થયો આ ખેલાડી, વીડિયો વાયરલ

ગુરુવારે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે હૈદરાબાદમાં જન્મેલો ઝડપી બોલર મોહમ્મદ સિરાજનાં આંખમાંથી અચાનક આંસુ નીકળવા લાગ્યા હતા. યુવકે પોતાની લાગણીઓને છુપાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ તેમ છતા તેની આંખોમાંથી સતત આંસુ નીકળવા લાગ્યા હતા. જો કે પાછળથી તેણે તેના બંને હાથનો ઉપયોગ કરીને તેના આંસુઓને લૂછી નાખ્યા હતા. શુભમન ગિલ તેની પાછળ ઉભો હતો. આ ક્ષણ ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવી હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહી છે. આજથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ. સિડનીમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં બંને ટીમોને શ્રેણીની 1-1 મેચ જીતી ચુકી છે. હવે બંને ટીમો આ મેચમાં વિજયી બનવા પર નજર રાખશે અને શ્રેણીમાં આગળ વધવાનો પ્રયત્ન કરશે.

સિડનીનાં ઐતિહાસિક મેદાન પર રમાયેલી આ ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા ટીમનાં કેપ્ટન ટિમ પેને ટોસ જીત્યા બાદ ફરી એક વખત બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચનાં પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરવા ઉતરી છે, પરંતુ ઇનિંગની 8 મી ઓવરમાં ઈન્દ્રદેવતાએ મેચને અટકાવી દીધી હતી. વરસાદથી રમત બંધ થઈ ગઈ ત્યાં સુધી ઓસ્ટ્રેલિયન ટીમે ડેવિડ વોર્નરની વાપસી કરતા વિકેટ ગુમાવી 1 વિકેટનાં નુકસાન પર 21 રન બનાવ્યા છે.

https://twitter.com/mufaddal_vohra/status/1346966989885960192?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1346966989885960192%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.mykhel.com%2Fcricket%2Findia-vs-australia-scg-test-mohammed-siraj-getting-emotional-during-national-anthem-video-049216.html

બંને ટીમો નીચે મુજબ છે-

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી, મારનસ લાબુસ્ચગને, સ્ટીવન સ્મિથ, મેથ્યુ વેડ, કેમેરોન ગ્રીન, ટિમ પેન (C & W), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ

ઇન્ડિયા- રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (C), હનુમા વિહારી, રિષભ પંત (W), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરા, મોહમ્મદ સિરાજ

Cricket / સિડનીનો શહેનશાહ કોણ? પ્રોટોકોલમાં ફસાયેલા 5માંથી ચાર ખેલાડીન…

Sports / RCB ઉભરતા ખેલાડીઓના સારા ટેલેન્ટને પારખી IPLમાં રમવાની તક આપ…

Cricket / ત્રીજી ટેસ્ટ મેચ માટે કેવી છે વિકેટ, શું કહે છે પિચ ક્યૂરેટર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો