Not Set/ નોર્થ કોરિયામાં 1 કિલો કેળાની કિંમત પહોંચી 3,336 રૂપિયા, ભૂખમરાની સ્થિતિમાં દેશ, જાણો કેમ થઈ આવી હાલત

તાનાશાહ કિમ જોંગ ઉનને કારણે, ઘણીવાર ચર્ચામાં રહેનારા ઉત્તર કોરિયામાં છેલ્લા ઘણા દિવસોથી મોટી મુસિબત ત્યાની જનતાને પરેશાન કરી રહી છે.

Top Stories Trending
2 174 નોર્થ કોરિયામાં 1 કિલો કેળાની કિંમત પહોંચી 3,336 રૂપિયા, ભૂખમરાની સ્થિતિમાં દેશ, જાણો કેમ થઈ આવી હાલત

તાનાશાહ કિમ જોંગ ઉનને કારણે, ઘણીવાર ચર્ચામાં રહેનારા ઉત્તર કોરિયામાં છેલ્લા ઘણા દિવસોથી મોટી મુસિબત ત્યાની જનતાને પરેશાન કરી રહી છે. અહેવાલો અનુસાર, ત્યાંની ખાદ્ય ચીજો અણધારી રીતે મોંઘી થઈ ગઈ છે. એક સમાચાર અનુસાર, એક કિલો કેળાની કિંમત 3,336 રૂપિયા થઇ ગઇ છે. આવી જ રીતે બ્લેક ટી નાં પેકેટની કિંમત 5,167 રૂપિયા અને કોફીની કિંમત 7,381 રૂપિયા થઈ ગઈ છે. દેશમાં એક કિલો મકાઈ 204.81 રૂપિયામાં વેચાઇ રહી છે.

2 171 નોર્થ કોરિયામાં 1 કિલો કેળાની કિંમત પહોંચી 3,336 રૂપિયા, ભૂખમરાની સ્થિતિમાં દેશ, જાણો કેમ થઈ આવી હાલત

રાજકારણ / પી.ચિંદમ્બરમે જમ્મુ-કાશ્મીરને લઇને આજે જે કહ્યુ તે જાણી તમે પણ ચોંકી જશો

સમગ્ર વિશ્વમાં કોરોનાએ તાંડવ મચાવ્યુ છે. ત્યારે ઉત્તર કોરિયામાં સ્થિતિ દુનિયાથી વિપરીત થઇ રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, ખાદ્ય સામગ્રીનાં સંકટની પાછળ કોરોના મહામારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને વ્યાપક પૂરનાં કારણે બોર્ડરનું બંધ હોવાનુ કહેવાય છે. ચીનનાં સત્તાવાર આંકડા મુજબ, દેશ ખોરાક, ખાતર અને બળતણ માટે ચીન પર નિર્ભર છે, પરંતુ તેની આયાત 2.5 અબજ ડોલરથી ઘટીને 500 મિલિયન ડોલર થઈ ગયુ છે. આપને જણાવી દઇએ કે, પરિસ્થિતિ એટલી ભયંકર છે કે ઉત્તર કોરિયાનાં ખેડૂતોને કથિતરૂપે ખાતરોનાં ઉત્પાદનમાં મદદ કરવા માટે દરરોજ 2 લિટર પેશાબનું યોગદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

2 172 નોર્થ કોરિયામાં 1 કિલો કેળાની કિંમત પહોંચી 3,336 રૂપિયા, ભૂખમરાની સ્થિતિમાં દેશ, જાણો કેમ થઈ આવી હાલત

કોરોના અપડેટ / દેશમાં 78 દિવસ બાદ કોરોનાનો આંકડો 7 લાખથી નીચે, સંપૂર્ણ લોકડાઉન હટાવનાર પ્રથમ રાજ્ય તેલંગાણા

સ્થાનિક મીડિયા અનુસાર, દેશનાં સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને પણ સ્વીકાર્યું છે કે ઉત્તર કોરિયામાં ખાદ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારો અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમો માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ છે. આની સાથે સાથે, કોરોના મહામારી અને પૂરે ઉત્તર કોરિયાનાં અર્થતંત્ર પર વધુ દબાણ કરવાનુ કામ કર્યુ છે.

2 173 નોર્થ કોરિયામાં 1 કિલો કેળાની કિંમત પહોંચી 3,336 રૂપિયા, ભૂખમરાની સ્થિતિમાં દેશ, જાણો કેમ થઈ આવી હાલત

કૃષિ આંદોલન / ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ટ્વીટ કરી આપી ધમકી, જાણો શું કહ્યુ

કિમ જોંગ ઉને એક બેઠકમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે, પરંતુ ખાદ્ય ચીજોનાં સંદર્ભમાં દેશની સ્થિતિ વધુ કથળી રહી છે, કારણ કે ગયા વર્ષે તોફાનને કારણે થયેલા નુકસાનને કારણે કૃષિ ક્ષેત્રે તેઓ પોતાના અનાજ ઉત્પાદન યોજનાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પાછલા ઉનાળામાં ઉત્તર કોરિયા તોફાન અને પૂરનો ભોગ બન્યો હતો, જેના કારણે હજારો ઘરોનો નાશ થયો હતો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાની સરહદો ગયા વર્ષે જાન્યુઆરીથી કોરોના વાયરસનાં ડરથી બંધ છે. ઉત્તર કોરિયા દાવો કરે છે કે તેના દેશમાં કોરોનાનો એક પણ કેસ નથી. જો કે વિશ્લેષકો તેમના દાવા પર સવાલ ઉભા કરી રહ્યા છે.

 sago str 10 નોર્થ કોરિયામાં 1 કિલો કેળાની કિંમત પહોંચી 3,336 રૂપિયા, ભૂખમરાની સ્થિતિમાં દેશ, જાણો કેમ થઈ આવી હાલત