ગરીબ અને મધ્યમવર્ગ મોંઘવારીમાં પીસાયો/ જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Gujarat Surat
Untitled 38 જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો

@અમિત રૂપાપરા 

હાલ ચોમાસામાં વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર શાકભાજીના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. શાકભાજીની અછતને લઈને શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થઈ રહી હોવાના કારણે શાકભાજીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે આગામી દિવસોમાં શાકભાજીના ભાવ વધુ મોંઘા થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જુલાઈ મહિનાની તુલનામાં મોટાભાગના શાકભાજી ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મોંઘા થયા છે. તો અમુક શાકભાજીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી દિવસોમાં જો હજુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થાય તો ભાવ વધવાની શક્યતા છે.

શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વની વાત કહી શકાય કે લોકોના ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું શાકભાજી એટલે કે ટામેટા, કોબીજ, ફ્લાવર, લીંબુ, મરચા, ગવાર, ચોળી, ભીંડા, કોથમીર, આદુ, લીલા કાંદા, સુકુ લસણ સહિતના શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

ચોમાસા પહેલા પણ ઉનાળામાં કેટલીક જગ્યા પર વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હતું ત્યારે ચોમાસુ આવતા જ શાકભાજીના ઉત્પાદન સામે ડિમાન્ડ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થાય તો નવાઈ નહીં.

ગત મહિનાની સરખામણીમાં ચાલુ મહિને શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં કોબીજના ભાવ 180થી 200 રૂપિયા 20 કિલો, ફ્લાવર 260થી 300, ટામેટાના ભાવ 1400થી 1600, લીંબુ 200થી 250, મરચા 1300થી 1,400, ગવાર 800થી 900, ચોળી 700થી 800, ભીંડા 600થી 800, પાપડી 800થી 850, ટીંડોળા 600થી 620, કોથમીર 900થી 1000, આદુ 2900થી 3000, તુવેરસિંગ 1000થી 1200, લીલા કાંદા 600થી 700, સૂકું લસણ 1500થી 2500, ફૂદીનો 260થી 300 અને રીંગણ 300થી 400 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ નોંધાયો હતો.

ઓગસ્ટ મહિનામાં કોબીજના ભાવ 300થી 400 રૂપિયા 20 કિલો, ફ્લાવર 400થી 500, ટામેટાના ભાવ 2000થી 2200, લીંબુ 300થી 400, મરચા 600થી 700, ગવાર 1300થી 1400, ચોળી 800થી 1200, ભીંડા 600થી 800, પાપડી 800થી 850, ટીંડોળા 800થી 850,  આદુ 2500થી 2900, તુવેરસિંગ 1300થી 1500, લીલા કાંદા 400થી 4500, સૂકું લસણ 2000થી 3000, ફૂદીનો 260થી 300 અને રીંગણ 300થી 400 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ નોંધાયો છે. એટલે જુલાઈ મહિનાની તુલનામાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને અમુક શાકભાજીના ભાવ ઘટ્યા છે.

આ પણ વાંચો:પટનામાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ પછી તરત જ એન્જિન ફેલ

આ પણ વાંચો:ગોવાની ખાનગી મુલાકાતે ગયા રાહુલ ગાંધી, ત્યાંથી લાવ્યા આ ખાસ ‘ગીફ્ટ’

આ પણ વાંચો:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં ટીમની સુરક્ષાની લેખિત ગેરંટી માંગી

આ પણ વાંચો: જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો