પાટણ/ ભર ઉનાળે રાધનપુરમાં પીવાના પાણીની સમસ્યાઓ, લોકોને કરી રજૂઆતો

લોકો ભર ઉનાળે અસ્વચ્છ અને અપુરતુ પાણી મેળવી કંટાળી ગયા છે. રસોઈથી લઈ કેટકેટલાક કામમાં પાણીનો ઉપયોગ થતા પાણીની માગ કરવામાં આવી રહી છે.

Gujarat Others
ભર ઉનાળે

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં રાધનપુરના લોકો પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પીવાના પાણીની સમસ્યા અને સાફ-સફાઈની સમસ્યાને લઈ વહીવટદાર અને મામલતદારને માહિતગાર કરવામાં આવ્યાં છે. ઉનાળામાં ગરમી રેકોર્ડ તોડી રહી છે ત્યાંરે પાણી શુદ્ધ અને પુરતા પ્રમાણમાં મળે તે સ્વભાવિક છે.

લોકો ભર ઉનાળે અસ્વચ્છ અને અપુરતુ પાણી મેળવી કંટાળી ગયા છે. રસોઈથી લઈ કેટકેટલાક કામમાં પાણીનો ઉપયોગ થતા પાણીની માગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું પાણી મળે છે કે પછી ફક્ત વાયદાઓ આપી પાલિકા અધિકારીઓ મામલો પૂર્ણ કરે છે.

પાટણ જિલ્લાના રાધનપુર નગર પાલિકા કચેરી ખાતે રાધનપુર શહેરી વિસ્તારમાં પીવાની પાણીના સમસ્યાને લઈને નાગોરીવાસની મહિલાઓ અને પુરુષો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. પીવાના પાણીની સમસ્યા અને સાફ-સફાઈની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના વહીવટદાર અને રાધનપુરના મામલતદાર શ્રી પાસે રજૂઆત કરી હતી.

ઉનાળાના સમય ટાઈમે પીવાનું ચોખ્ખું પાણી મળી રહે અને સાફ સફાઈ થાય તેના માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી ઉનાળાની કાળજાળ ગરમીમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને લોકો ભોગવી રહ્યા છે હાલાકી તંત્ર પાણી આપવાની મોટી મોટી વાતો કરી રહી છે તે પોકડ સાબિત થતી હોય તે દ્રશ્ય સામે આવ્યું છે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ