નિવેદન/ ભારતીયોને યુક્રેનમાંથી બહાર નિકળવામાં મદદ કરશે રશિયન આર્મી

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો તણાવ દિવસે-દિવસે વધી રહ્યો છે. યુક્રેન પર રશિયા ધીમે-ધીમે કબ્જો કરી રહ્યં છે તેવામાં ત્યાં અભ્યાસ અર્થે ગયેલા ભારતિય વિદ્યાર્થિઓને લઇને દેશ ચીંતામાં છે,એવા સમયે રશિયન ડિફેન્સ મિનિસ્ટીરીનું નિવેદન સામે આવ્યું છે

Top Stories India World
14 1 ભારતીયોને યુક્રેનમાંથી બહાર નિકળવામાં મદદ કરશે રશિયન આર્મી

રશિયન ડિફેન્સ મિનિસ્ટરીનું નિવેદન
ભારતીયોને બહાર કાઢવામાં કરશે મદદ
યુક્રેનમાં રશિયન આર્મી કરશે મદદ
રશિયન બોર્ડરથી ભારતીયોને લાવશે બહાર
રશિયન આર્મીના સાધનોમાં કરાશે રેસ્ક્યુ

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો તણાવ દિવસે-દિવસે વધી રહ્યો છે. યુક્રેન પર રશિયા ધીમે-ધીમે કબ્જો કરી રહ્યં છે તેવામાં ત્યાં અભ્યાસ અર્થે ગયેલા ભારતિય વિદ્યાર્થિઓને લઇને દેશ ચીંતામાં છે. એવા સમયે રશિયન ડિફેન્સ મિનિસ્ટીરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં મદદ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રશિયન ડિફેન્સ મિનિસ્ટરી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી ભારતીયોને બહાર નિકળવા માટે ખુદ રશિયન આર્મી મદદ કરશે એટલુ જ નહીં તેમને રશિયન બોર્ડરથી લાવવામાં આવશે. ઉપરાંત રશિયન આર્મીના સાધનોમાં તેમને રેસ્કયુ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં યુક્રેનની જે સ્થિતી છે તેમાંથી ભારતીયોને કોઇ પણ સંજોગોમાં બહાર નિકાળવાના માર્ગ શોધવામાં આવી રહ્યા છે. તેવા સમયે રશિયન ડિફેન્સ મિનિસ્ટરી તરફથી આ નિવેદન એક આશાના કિરણ સમાન છે.