સખી વન સ્ટોપ સેન્ટર/ ગોધરામાં સખી વન સ્ટોપ સેન્ટર ટીમે મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

ગોધરામાં યુ.પી.ના કુડનિયા જિલ્લાના સીરહર ગામની એક મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતા પંચમહાલ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ.

Top Stories Gujarat Others Uncategorized
dfea2308 aa56 4ba2 afd3 39289f0aebfa ગોધરામાં સખી વન સ્ટોપ સેન્ટર ટીમે મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

@મોહસીન- પ્રતિનિધિ, ગોધરા

ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિભાગ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર ગોધરા સીવીલ હોસ્પિટલમાં કાર્યરત છે. જેમાં હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાનું નિરાકરણ નિઃશુલ્ક  કરવામાં આવે છે.

હાલોલ ટાઉન પો.સ્ટેશનના હદ વિસ્તારના બસ સ્ટેશનમાંથી એક બહેન મળી આવ્યા હતા. જેઓને પોતાનું નામઠામ પૂછતા જીરાબેન નાનુભાઈ લુહાર રહે.સીરહર યુ.પી.ના હોવાનું જણાવ્યું હતું. વધુમાં પૂછતાં જણાવ્યું હતું કે તા.૨૯-૧૧-૨૦૨૩ના રોજ પોતાના પતિ તેમજ નાની બાળકી સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કર્યા બાદ આ બહેન અને તેમના પતિ છૂટા પડી ગયા હતા.

પાવાગઢ દર્શન કરવા ગયેલ બહેન પરિવારથી વિખૂટા પડી ગયા હતા. આ બહેનને ત્યાંથી લઈ આવીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાલોલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. તેઓનું ઓ.એસ.સી.ના સંચાલક કલ્પનાબેન અને ટીમ દ્વારા બહેનનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ આ બહેનએ તેમનું સરનામું ગામ સીરહર તાલુકો મીરઝાપુર જિલ્લો કુડીયાના (યુ.પી.) જણાવ્યું હતું.  જો કે આ બહેન જોડે પતિ તેમજ પરિવાર સાથે કોઈ સંપર્ક નંબર નહોતો. આથી હાલોલની સખી ટીમે મળી આવેલ અજાણ્યા બહેનને તેમના વતન ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો.

ગોધરાના ઓ.એસ.સી.ના કેસ વર્કર રીન્કુ પંચાલ દ્વારા આ બહેનના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો. તેમને સમગ્ર વિગત જણાવવામાં આવી. ત્યારબાદ આ બહેનના જીજાજી તથા ભાઈ હાલોલ ઓ.એસ.સી. પર તા.૧૧-૧૨-૨૦૨૩ના રોજ તેમને લેવા માટે આવ્યા હતા.આ બહેનને હેમખેમ જોતા અને પરીવાર સાથે સુખદ મેળાપ થતા જ સખી વન સ્ટોપ સેન્ટર પંચમહાલની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ભારત સરકારની યોજના હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર પ્રોજેકટ શરુ કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ  જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘરકુટુંબોમા શારીરિક, માનસિકહિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો,શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે.