Not Set/ પંકાયેલા MLA મધુ શ્રીવાસ્તવને ફોન કરી ATMનો સિક્યુરિટી ગાર્ડ આપતો હતો ગાળો, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

કોઇની પણ સાથે ઉધ્વતાઇ ભરેલું વર્તન કરી લેવું અને ગમે તેને ગમે તે કહી દેવુ કે જાહેરમાં મારામારી પણ કરી લેવા માટે કંપાયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદોને સાગમટે સબંધો છે. આમ તો મધુ નામનાં જ મધુ છે, બાકી તો પોતાની કરતુતોને કારણે મધુ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા હોય છે. ક્યારેક પત્રકાર પર હુમલામાં હોય […]

Top Stories Gujarat Vadodara
madhu પંકાયેલા MLA મધુ શ્રીવાસ્તવને ફોન કરી ATMનો સિક્યુરિટી ગાર્ડ આપતો હતો ગાળો, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

કોઇની પણ સાથે ઉધ્વતાઇ ભરેલું વર્તન કરી લેવું અને ગમે તેને ગમે તે કહી દેવુ કે જાહેરમાં મારામારી પણ કરી લેવા માટે કંપાયેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદોને સાગમટે સબંધો છે. આમ તો મધુ નામનાં જ મધુ છે, બાકી તો પોતાની કરતુતોને કારણે મધુ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા હોય છે. ક્યારેક પત્રકાર પર હુમલામાં હોય કે ક્યારેક ગાળાગાળી કરવામાં હંમેશા તેઓ ચર્ચામાં હોય છે.

થોડા સમય પહેલા મધુ શ્રીવાસ્તવને ફોન કરીને કોઈક અજાણ્યા શખ્સે ગાળો ભાંડી હતી. મધુ શ્રીવાસ્તવ અને અજાણ્યા શખ્સની ઓડિયો કલીપ વાઇરલ થઇ ગઈ હતી. જોકે આ કલીપની પોલીસે તપાસ કરતા આ વ્યક્તિ પોરબંદરનો નીકળ્યો હતો અને મધુ શ્રીવાસ્તવને ઉશ્કેરીને ગાળો આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફોન પર ગાળો આપનારા શખ્સને ક્રાઇમબ્રાન્ચે બુધવારના રોજ વિરમગામના માંડલગામથી ઝડપી પાડ્યો હતો. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગાળો આપનાર વ્યક્તિ રાજુ ઓડેદરા એટીએમના ચોકીદારી કરે છે અને તેને મધુ શ્રીવાસ્તવને ઉશ્કેરીને ગાળો આપી હતી. આ સાથે તેના સાગરિત સાગર પટેલની પણ ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જાડેજાએ આ મામલે પત્રકારોને જણાવ્યું હતું કે 7મી ફેબ્રુઆરીના રોજ આજવા રોડના ભાગ્ય લક્ષ્મી ટાઉનશીપમાં રહેતા વિજય યાદવે ફરિયાદ નોંધાવી હતી કે પોરબંદરના રાજુ ઓડેદરા અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે જે ગાળાગાળીનો ઓડિયો વાયરલ થયો હતો તેમાં સામેના વ્યક્તિએ ભગવાનને ગાળો આપી હતી.

મધુ શ્રીવાસ્તવે તેને ભગવાન વિશે ગાળો ન બોલવા જણાવ્યું હતું. આ મામલે મધુ શ્રીવાસ્તવને ફોનમાં અપશબ્દો બોલી અને ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટના બાદ રાજુ ઓડેદરાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ક્રાઇમ બપ્રાન્ચે તેની અને સાગરિત સાગર પટેલની પણ ધરપકડ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી અને તેને વડોદરા લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.