Gujarat Rains/ રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં જ સીઝનનો લગભગ 50 ટકા વરસાદ પડી ગયો છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ બે દિવસ પછી શરૂ થશે. આ રાઉન્ડ પૂરો થતાં સીઝનનો વરસાદ સીધો 70 ટકાએ પહોંચી જશે તેમ માનવામાં આવે છે.

Top Stories Gujarat
Heavyrain Gujarat 1 3 રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં જ સીઝનનો Gujarat rain લગભગ 50 ટકા વરસાદ પડી ગયો છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ બે દિવસ પછી શરૂ થશે. આ રાઉન્ડ પૂરો થતાં સીઝનનો વરસાદ સીધો 70 ટકાએ પહોંચી જશે તેમ માનવામાં આવે છે. રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વરસાદે બે દિવસનો વિરામ લીધા બાદ આગામી Gujarat rain બે દિવસ બાદ ફરી એકવાર વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વર્તારા મુજબ 17 જુલાઈ પછી બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ શરુ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયો વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી Gujarat rain પ્રમાણે ખાસ કરીને 18 જુલાઇ બાદ વરસાદનું જોર વધવાની શકયતા છે.  આ દિવસોમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો  49. 21 ટકા વરસાદ થઈ ચુક્યો છે. કચ્છમાં સૌથી વધુ 112, તો સૌરાષ્ટ્રમાં  66.48 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 50, દક્ષિણ ગુજરાતમાં 40 ટકા વરસાદ થઈ ચુક્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે.

રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા Gujarat rain રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે  સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે.  રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.

 

આ પણ વાંચોઃ CM-Bhupendrapatel Birthday/ સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ

આ પણ વાંચોઃ  India Win/ અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું

આ પણ વાંચોઃ  PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત

આ પણ વાંચોઃ ભાવ વધારો/ ચોમાસાની આફત વચ્ચે હિમાચલ સરકારે લોકોને આપ્યો મોટો આંચકો,વેટમાં વધારો કરતા હવે ડીઝલ 3 મોંઘુ મળશે