Not Set/ કેન્દ્ર સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ બિરદાવ્યો..

સુપ્રીમ કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે મહિલાઓને પણ એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડમીમાં સ્થાન …

Top Stories India
Untitled 80 કેન્દ્ર સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ બિરદાવ્યો..

મહિલાઓ હવે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પણ પ્રવેશ મેળવી શકશે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ‘ભારતની સશસ્ત્ર દળોમાં કાયમી કમિશન માટે એનડીએમાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતીય સેનાને તેમની ‘નીતિ’ માટે ઠપકો આપ્યો હતો અને આ બાબતની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે મહિલાઓને આ વર્ષે લેવાનારી પરીક્ષા આપવાની મંજૂરી આપશે.

સરકારે કહ્યું છે કે, ‘NDA અભ્યાસક્રમોમાં મહિલાઓના સમાવેશ માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે થોડો સમય જરૂરી છે.’ સુપ્રીમ કોર્ટે સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમને એ જાણીને અત્યંત આનંદ થયો છે કે સશસ્ત્ર દળોએ NDAમાં મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે સુધારા એક દિવસમાં થતા નથી. સરકાર પ્રક્રિયા અને સમયમર્યાદા નક્કી કરશે.

સુપ્રીમ કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે મહિલાઓને પણ એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડમીમાં સ્થાન મળવું જોઈએ. અગાઉ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે, આ વર્ષે યોજાનારી એનડીએની પરીક્ષામાં છોકરીઓને બેસવા દે. તેની પસંદગી થશે કે નહીં તે અંગે કોર્ટ બાદમાં નિર્ણય કરશે. સરકાર અત્યાર સુધી એનડીએમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરતી હતી.

સરકારને જવાબ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘પરિવર્તન એ સમયની જરૂરિયાત છે. પરંતુ સરકારે કેટલો સમય આપવો તે જણાવવું પડશે. કોર્ટે સરકારને 20 સપ્ટેમ્બર સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાં સુધીમેં તેને સ્પષ્ટ પણે કહેવું પડશે કે NDAમાં મહિલાઓના પ્રવેશને કેવી રીતે અને ક્યારે લાગુ કરવામાં આવશે.