Cricket/ ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે આ ટીમનો અમેરિકા અને કેરેબિયન પ્રવાસ પર ખતરો

આયર્લેન્ડનાં ચાર ખેલાડીઓ અને એક સહાયક કોચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેમના અમેરિકા અને કેરેબિયન પ્રવાસ પર ખતરો ઉભો થયો છે, જ્યાં તે T20 અને ODI સીરીઝ રમવાના હતા.

Sports
Ireland

આયર્લેન્ડનાં ચાર ખેલાડીઓ અને એક સહાયક કોચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેમના અમેરિકા અને કેરેબિયન પ્રવાસ પર ખતરો ઉભો થયો છે, જ્યાં તે T20 અને ODI સીરીઝ રમવાના હતા. જોકે, આ દરમિયાન આયરિશ ટીમ અમેરિકાનાં મિયામી પહોંચી ગઈ છે અને બોર્ડે કહ્યું છે કે પ્રવાસ ચાલુ રહેશે.

આ પણ વાંચો – BWF World Championships 2021 / કિદામ્બી શ્રીકાંતે ભારતના જ લક્ષ્ય સેનને સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ

ક્રિકેટ આયર્લેન્ડે કહ્યું કે, પ્રવાસ પર જતા પહેલા ટીમનાં તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જ્યોર્જ ડોકરેલ અને બેરી મેક્કાર્થી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ બન્ને ખેલાડીઓને આયર્લેન્ડમાં રોકવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ આઈસોલેશનમાં છે. આ ખેલાડીઓનાં નજીકનાં સંપર્કમાં હોવાના કારણે ક્રેગ યંગને પણ આયર્લેન્ડમાં રોકી દેવામાં આવ્યો છે.  આયર્લેન્ડનાં સરકારી નિયમો અનુસાર, 10 દિવસનો આઇસોલેશન પૂર્ણ થયા બાદ અને કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ આ ખેલાડીઓ ફરીથી ટીમમાં સામેલ થવા માટે અમેરિકા જઈ શકે છે. વળી, ટીમનાં સહાયક કોચ ગેરી વિલ્સનને પણ ફોલ્સ પોઝિટિવ હોવાના કારણે આયર્લેન્ડમાં રહેવું પડ્યું હતું. રવિવારે નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ આવ્યા બાદ જ તે અમેરિકા જવા માટે રવાના થઈ શકશે. પ્રવાસ પર ગયેલા અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વળી, અમેરિકાનાં ફ્લોરિડામાં T20 ટૂર્નામેન્ટ રમી રહેલા હેરી ટેક્ટર અને ગેરેથ ડેલનીનો પણ ટીમમાં જોડાતા પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોવિડ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ હતુ. તેમને 10 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Hardik Pandya / હાર્દિક પંડ્યાની પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે રોમાન્સ કરતી મળી જોવા, વીડિયો વાયરલ  

જોકે, ક્રિકેટ આયર્લેન્ડનાં ડાયરેક્ટર રિચર્ડ હોલ્ડ્સવર્થે સીરીઝમાં કોઈ ખતરો હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, લંકા પ્રીમિયર લીગ (LPL)માં રમી રહેલા ઝડપી બોલર જોશ લિટલને ટીમને મજબૂત કરવા માટે અમેરિકા બોલાવવામાં આવ્યો છે. આયર્લેન્ડે 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમેરિકા સામે બે T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે રમવાની છે. આ પછી, તેમણે 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કેરેબિયનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વનડે અને 17 જાન્યુઆરીએ એક T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે.