surat crime/ ઘરમાં ચોરી કરવા આવેલા ચોરે ઘર માલિકની પત્નીની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીને પકડ્યા

સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બેગમપુરાના નવાબની વાડી પાસે કુબેરજી હાઉસની સામે ફરસારામ પ્રજાપતિ તેમના પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે.

Gujarat Surat
Untitled 1 ઘરમાં ચોરી કરવા આવેલા ચોરે ઘર માલિકની પત્નીની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીને પકડ્યા

Surat News: સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પોલીસે આરોપીને ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. સલાબતપુરા પોલીસ દ્વારા મનીષ ઉર્ફે મન્યો અને કરણસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મનીષ સામે અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ છે. તો સુરતના ડીંડોલી, સલાબતપુરા, અઠવાલાઇન્સ, નવસારી અને કતારગામ પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ગુનાઓ નોંધાયા છે અને આરોપી કરણસિંહ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બેગમપુરાના નવાબની વાડી પાસે કુબેરજી હાઉસની સામે ફરસારામ પ્રજાપતિ તેમના પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે. 30 નવેમ્બરના રોજ રાત્રિના સમયે ફરસારામ પ્રજાપતિના મકાનમાં બે ચોર ઇસમો ચોરી કરવાના ઇરાદેથી બારીમાંથી ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાંથી બે લેપટોપની ચોરી કરતા હતા ત્યારે ઘર માલિકનો દીકરો ભરત જાગી ગયો હતો.

તેથી ચોર દ્વારા ભારતને ગાલ પર ચપ્પુ મારી ડરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચોરોએ ઘરમાંથી લેપટોપ અને મોબાઈલની ચોરી કરીને ભાગવાની ફિરાકમાં હતા અને તે સમયે ઘર માલિક ફરસારામ પ્રજાપતિના પત્ની ગીતાબેન બાથરૂમમાંથી બહાર આવ્યા હતા અને તેમને ભરતને લોહી લુહાણ હાલતમાં જોયો હતો. તેથી તેમને ભાગી રહેલા ચોર ઈસમોને પકડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ચોર દ્વારા 48 વર્ષના ગીતાબેનના પીઠના ભાગે ચપ્પુના ત્રણ ઘા ઝીંકવામાં આવ્યા હતા.

ત્યારબાદ ફરસારામને આ બાબતની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેથી ચોર ઇસમો ય ફરસારામ પણ પડખાના ભાગે ચપ્પુ માર્યું હતું અને ત્યારબાદ આ બંને ચોર ઈસમો ઘરમાંથી મોબાઇલ અને બે હેડફોન સહિત 13,000નો માલ લૂંટીને ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો ગીતાબેનને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો અને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી.

ત્યારે સલાબતપુરા પોલીસે પુણા પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફની મદદથી ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે. બંને આરોપીમાં મનીષ ઉર્ફે મન્યો કે જે મૂળ મહેસાણાનો રહેવાસી છે અને કરણસિંહ રાજપુત કે જે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં એવી વિગતો સામે આવી હતી કે મનીષ સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. ઉપરાંત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બે, ડીંડોલીમાં એક, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં એક, કતારગામ પોલીસ સ્ટેશનમાં એક અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. તો આરોપી કરણસિંહ રાજપુત સામે પણ અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

@અમિત રૂપાપરા 


whatsapp ad White Font big size 2 4 ઘરમાં ચોરી કરવા આવેલા ચોરે ઘર માલિકની પત્નીની હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકમાં બે આરોપીને પકડ્યા


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ