Not Set/ નોરતા નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

પર્વમાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ આવતા હોય છે. જેને લઈને હવે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને ભક્તોને દર્શન કરવાનો પુરતો સમય મળી રહે

Gujarat Others
Untitled 99 નોરતા નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

રાજય માં   વડોદરા પાસે આવેલું યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 7 ઓક્ટોમ્બરથી મંદિરના દ્વાર સવારના 5 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ ભક્તો પાંચમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે.

આ પણ વાંચો ;આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નવરાત્રી નિમીત્તે ભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તો માતાજીના દર્શન કરી શકે.

આ પણ વાંચો ;  ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

આગામી 7 ઓકટોબરથી નવરાત્રી શરુ થઇ રહી છે. આ પર્વમાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ આવતા હોય છે. જેને લઈને હવે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને ભક્તોને દર્શન કરવાનો પુરતો સમય મળી રહે. અને માતાજીના પ્રાંગણમાં ભીડ ભેગી ન થાય. તમને જણાવી દઈએ કે નવરાત્રીના થોડાક જ દિવસો બાકી છે ત્યારે અત્યારે પણ માર્ગ પર માતાજીના ભક્તો પગપાળા સંઘ રથ સાથે પાવાગઢ તરફ જતા જોવા મળે છે