ગુજરાત/ રાજ્યમાં સ્કૂલવાનનું ચેકિંગ કરવા વાહનવ્યવહાર વિભાગે કર્યો આદેશ

રાજ્યમાં સ્કૂલવાનનું ચેકિંગ કરવા વાહનવ્યવહાર વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે વાહનવ્યવહાર વિભાગે રાજયના તમામ આરટીઓ ઓફિસરને પરિપત્ર જારી કર્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 01T133359.728 રાજ્યમાં સ્કૂલવાનનું ચેકિંગ કરવા વાહનવ્યવહાર વિભાગે કર્યો આદેશ

ગુજરાત : રાજ્યમાં સ્કૂલવાનનું ચેકિંગ કરવા વાહનવ્યવહાર વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે વાહનવ્યવહાર વિભાગે રાજયના તમામ આરટીઓ ઓફિસરને પરિપત્ર જારી કર્યો. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આદેશનો તાત્કાલિક અમલ થાય અને ચેકિંગ કરી એક અઠવાડિયામાં રિપોર્ટ આપવામાં આવે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ રાજ્ય સરકાર સુરક્ષાને લઈને વધુ સતર્ક બની છે. જે અંતર્ગત વિવિધ એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભમાં સ્કૂલ બસ, સ્કૂલવાન, રીક્ષામાં સલામતી ચેકિંગ થશે. તપાસ દરમ્યાન જોગવાઈનું ઉલ્લંઘન જોવા મળશે તો વાહન ડીટેઇન કરવામાં આવશે તેવી સૂચના પણ આપી છે.

સ્પષ્ટ છે કે બાળકો આપણી ભાવિ પેઢી કહેવાય. આથી બાળકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા અકડેઠક ભરાતા સ્કુલવાનનું ચેકિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગતા માર્ગ અકસ્માત ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો. મહત્વનું છે કે રાજ્યમાં ગુજરાત બોર્ડની શાળાઓ ખુલવાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સરકારના આ પગલાંથી સ્કુલવાનમાં બાળકોને ઘેટાબકરાની જેમ ભરવામાં આવે છે તેમાં નિયંત્રણ આવશે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા બસ, રીક્ષા અને વાનના ડ્રાઈવરોને બાળકોની સલામતી માટે ચેંકિગ કરવા જેવા જરૂરી પગલા ભરવા આદેશ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: ગેમઝોન અગ્નિકાંડમાં ધટનાના આરોપી પ્રકાશ જૈનનું થયું મોત, પરિવારને સહાય આપવી કે નહીં, ‘યક્ષ પ્રશ્ન’

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના