Plan/ રાજકોટના યુવાને દેવું થઈ જતા પોતાના અપહરણનો પ્લાન ઘડ્યો !! પહોંચ્યો મુંબઈ અને..

રાજકોટ શહેરના મવડી વિસ્તારની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મોરબીના કોયલી ગામના રહેવાસી એવા 24 વર્ષીય યુવાન કરણ પુનાભાઈ મોગરાનું તાજેતરમાં જ બે-ત્રણ દિવસ પહેલા

Top Stories Gujarat
1

રાજકોટ શહેરના મવડી વિસ્તારની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મોરબીના કોયલી ગામના રહેવાસી એવા 24 વર્ષીય યુવાન કરણ પુનાભાઈ મોગરાનું તાજેતરમાં જ બે-ત્રણ દિવસ પહેલા અપહરણ થયું હોવાનું પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું હતું. આ ઘટનામાં યુવક મુંબઈ પહોંચી ગયાની ખબર મળતા ક્રાઈમબ્રાન્ચની ટીમ યુવકનો કબજો લેવા મુંબઈ દોડી ગઈ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલું જ નહીં આ યુવાને પોતાના પર દેવું થઈ જતાં અપહરણ માટેનું તરકટ રચ્યું હોવાનું પોલીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

Rajkot / રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનાને બહોળો પ્રતિસાદ, આટલા હજાર ફો…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે તાલુકાના પીએસઆઈ એન.ડી.ડામોરના જણાવ્યા મુજબ કરણને ચારેક લાખનું દેવું થઈ જતા ધરેથી નીકળી ગયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. અપહરણની સ્ટોરી ઘડે તો કદાચિત લેણદારો નાણા ન માંગે અથવા તો પરિવારજનો દેવું પોતે ભરી દેશે એવું કહે તો પોતે દેવામાંથી નીકળી જાય એવા વિચારે પણ આવું કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.આમ છતાં રાજકોટ આવ્યા બાદ સત્ય શું છે તે ખ્યાલ આવશે. અહીંથી અમદાવાદ ગયો હતો ત્યાં એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો એ ગેસ્ટ હાઇસમાં તપાસ અર્થે તાલુકા પોલીસ જશે.

Income Tax / બેનામી પ્રોપર્ટી કેસમાં રોબર્ટ વાડ્રાની ઓફિસ પહોંચી ઇન્કમટેક…

ત્રણ દિવસ પહેલા કરણના ફોનમાંથી તેના પિતરાઈ ભાઈ એભલ પાલાભાઈએ ફોન આવ્યો હતો. એક કરણને છરી મારીને કારમાં અપહરણ કરી ગયા છે અને તેના બાઈક, મોબાઈલ ન્યારી ડેમ પાસે પડ્યા છે. જે તે સમયે જ પોલીસને શંકાસ્પદ દેખાતા બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ બાદ એભલની ફરિયાદના આધારે અજાણ્યા શખસો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો.અપહરણની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. કરણના પરિચિતો, મિત્રોની પુછતાછ કરાઈ હતી. કેટલાંક નંબર ટ્રેસમાં મુકાયા હતા. દરમિયાનમાં કરણ મુંબઈ પહોંચી ગયાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ કરણને મુંબઈ લેવા પહોંચી છે.

Dang / CM વિજય રૂપાણીના હસ્તે સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેન્ક સહિત આટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…