રણમાં દરિયો હિલોળા/ પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિનું પાણી પહોંચ્યું કચ્છ રણમાં, જુઓ કેવી સ્થિતિ સર્જાઈ

પાકિસ્તાનની જળબંબાકારની સ્થિતિના કારણે કચ્છનો રણ પણ સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. ઘડુલી- સાંતલપુર માર્ગ વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ ધોવાયો છે. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે કચ્છનો રણ દરિયામાં ફેરવાયો છે.

Gujarat Others
કચ્છ

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં અતિવૃષ્ટિના કારણે ભારે તબાહી સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આવેલા પૂરના કારણે ત્યાંનું પાણી કચ્છ સુધી પહોંચી આવ્યું છે. પાકિસ્તાનની જળબંબાકારની સ્થિતિના કારણે કચ્છ નો રણ પણ સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. ઘડુલી- સાંતલપુર માર્ગ વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ ધોવાયો છે. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે કચ્છનો રણ દરિયામાં ફેરવાયો છે.

पाकिस्तान में आई विनाशकारी बाढ़ ने कच्छ के रेगिस्तान को समुद्र में बदल दिया

આપને જણાવી દઈએ કે,કચ્છમાં પાણી આવતા જળસ્તર સતત વધી રહ્યું છે. કચ્છના સરહદી ગામડાઓમાં પાણી ઘૂસી આવ્યા છે. જોકે, પાણીને કારણે લોકોએ સ્થળાંતર કરવાનું પણ શરૂ કર્યું છે. આગામી બે દિવસમાં આ ખારા પાણી ભીટારા, ગારવાંઢ, ઉધમા સહિતનાં ગામોમાં ઘૂસી જાય એવી શક્યતા છે. એટલું જ નહીં, મોટા પ્રમાણમાં પાણી રસ્તાઓ પર ફરી વળતાં રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. ખાસ કરીને ધોળવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ઉપરાંત આ પૂરના પાણીને લીધે અનેક માર્ગ ધોવાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પૂરના પાણીને કારણે લુણા, બુરકલ, ભીટારાના 125 જેટલા પરિવારોએ ઉઠંગડી ટેકરા તેમજ વજીરાવાંઢ ટેકરા પર 80 જેટલા પરિવારોએ આશ્ર્ય લીધો છે.

401112 kutchrunzee2 પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિનું પાણી પહોંચ્યું કચ્છ રણમાં, જુઓ કેવી સ્થિતિ સર્જાઈ

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં ભારે વરસાદ થાય તો કચ્છના હાજીપીર, ધોરડો સફેદ રણમાં પાણી ભરાતા હોય છે પરંતુ આ વર્ષે થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ઉતરાર્ધમાં પડેલા ભારે વરસાદના કારણે પુર આવતા વરસાદી પાણી કચ્છના પચ્છમ વિસ્તારના કાઢવાંઢ વિસ્તારમાં પહોંચી જતા અહિંના રણમાં પાણી ભરાતા સમુદ્રી માહોલ સર્જાયો છે. એટલુ જ નહિં, પાકિસ્તાનમાં આવેલા ભારે વરસાદના પાણી કચ્છમાં ઘુસતા ઘડુલી- સાંતલપુર માર્ગનો ધોવાણ થયુ છે. હજુ આ માર્ગની કામગીરી ચાલુ છે તે પહેલા જ રોડ ધોવાયો છે.

401114 kutchrunzee5 પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિનું પાણી પહોંચ્યું કચ્છ રણમાં, જુઓ કેવી સ્થિતિ સર્જાઈ

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ભારે વરસાદ અને ઉત્તરી પહાડોમાં ગ્લેશિયર પીગળવાને કારણે આવેલા પૂરમાં લગભગ 1,300 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝાડા અને મેલેરિયા જેવા પાણીજન્ય રોગોને ફેલાતો અટકાવવા પ્રયાસો તેજ કર્યા છે.

કચ્છમાં પાકિસ્તાનમાં થયેલ અતિવૃષ્ટિની અસર

પાકિસ્તાનમાં ખેડૂતો હજુ પણ વિનાશક પૂરના કારણે થયેલા નુકસાનનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિનાશક પૂરના કારણે દેશનો ત્રીજો ભાગ ડૂબી ગયો છે. યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ 9 સપ્ટેમ્બરે પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરવા પાકિસ્તાન પહોંચશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો:સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી પ્રથમવાર 137.00 મીટરે નોંધાઇ

આ પણ વાંચો:સરકાર બાંહેધારી આપશે કે ‘મોંઘવારી નિયંત્રણમાં આવશે’ !: પગારવધારાની એફિડેવિટમાં સહી કરવા

આ પણ વાંચો:  રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે,રિવરફ્રન્ટ પર 52 હજાર કાર્યકર્તાઓને સંબોધિત કરશે