Viral Video/ સલૂનમાં વાળ ધોવળાવવા આવેલી મહિલાએ કર્યુ કઇંક એવુ કે મળી સજા

વાળ ધોતી વખતે, મહિલા માથુ એક જગ્યાએ રાખવાની જગ્યાએ, વારંવાર હલાવી રહી હોય છે, જેના કારણે વાળ ધોઇ રહેલા શખ્સને ખૂબ હેરાન થઇ રહ્યો હતો.

Videos
11 215 સલૂનમાં વાળ ધોવળાવવા આવેલી મહિલાએ કર્યુ કઇંક એવુ કે મળી સજા

તાજેતરમાં સલૂનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પુરુષ મહિલાનાં વાળ ધોઈ રહ્યો છે, પરંતુ વાળ ધોઇ રહેલો માણસ મહિલાની હરકતોથી એટલો પરેશાન થઈ જાય છે કે પછી તે જે કરે છે જેને જોઇ ત્યા હાજર અન્ય મહિલાઓ ચોંકી જાય છે. વાળ ધોતી વખતે, મહિલા માથુ એક જગ્યાએ રાખવાની જગ્યાએ, વારંવાર હલાવી રહી હોય છે, જેના કારણે વાળ ધોઇ રહેલા શખ્સને ખૂબ હેરાન થઇ રહ્યો હતો, જે વીડિયો સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. તેટલુ જ નહી વાળ ધોતી વખતે મહિલા તે શખ્સને વારંવાર ટોકે છે અને પોતાનો ટૂવાલ સરખો કરી ફરી કામ પર લાગી જવાનો ઇશારો કરે છે. આવી સ્થિતિમાં, આ પુરુષ ગુસ્સાથી લાલચોડ થઇ જાય છે.

મોટી દુર્ઘટના / સ્વીડનમાં Skydiving પ્લેન ક્રેસ, 9 લોકોનાં મોત, PM એ સંવેદના વ્યક્ત કરી

આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો સલૂનનો છે, જ્યાં એક પુરષ મહિલાનાં વાળ ધોઈ રહ્યો છે, પરંતુ વાળ ધોતો પુરુષ મહિલાની ક્રિયાને કારણે પરેશાન થઈ જાય છે, ત્યારબાદ તે એવુ પગલું ભરે છે કે વીડિયો જોનાર તમામ વ્યક્તિઓ પોતાની હસીને રોકી શકશે નહી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણીવાર મહિલા તેની સાથે આવેલા મિત્ર સાથે વાત કરે છે અને કેટલીકવાર તે મોબાઇલ હાથમાં પકડી તેને ઓપરેટ કરતી રહે છે. દરમ્યાન તે સિંકમાં માથું એક જગ્યાએ રાખતી નથી. વાળ ધોતી વખતે, મહિલાનું માથું એક જગ્યાએ રાખ્યા વિના, વારંવાર માથું હલાવતી રહે છે, જેના કારણે પુરષને ખૂબ પરેશાની થાય છે, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. તેણી તેના વાળ ધોતી વખતે તે વ્યક્તિને ઘણી વખત ટોકે છે અને તેના ટુવાલને વ્યવસ્થિત રાખવાનું કહે છે અને કામ પર પરત ફરવાનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં તે પુરુષ ખૂબ જ ગુસ્સે ભરાઇ જાય છે અને ગુસ્સામાં તે મહિલાનાં મોંઢાને પાણીથી ધોઈ નાખે છે.

https://twitter.com/Jamie24272184/status/1411797742154915846?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1411797742154915846%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Fbizarre%2Fgirl-during-hair-wash-in-salon-funny-moments-viral-video-626963.html

વર્ગ વધારવાની કવાયત / ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમસ્યા, ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ગોનો વધારો થશે

જ્યારે તમે આ 44 સેકન્ડનો વીડિયો અંત સુધી જોશો, ત્યારે તમે પણ એક વાર આશ્ચર્યચકિત થઈ જશો. વળી, આ એક સબક પણ છે કે જો તમે સલૂન પર ગયા પછી તમારા માથાને વારંવાર હલાવશો, તો પછી આ તમારી સાથેે પણ થઈ શકે છે. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. વળી 573 લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. આ સિવાય 13 હજારથી વધુ લાઈક્સ આ વીડિયોને મળી ચુક્યા છે.