દિલ્હી/ ચાકૂના 25 ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

 ત્રણ શખ્સોએ ચાકૂના 25 ઘા ઝીંકી યુવકની હત્યા કર્યા બાદ લાશને કેટલાય મીટર સુધી ઢસડીને લઈ ગયા હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 01 10T152818.015 ચાકૂના 25 ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

@નિકુંજ પટેલ

દિલ્હીના બદરપુર વિસ્તારમાં બનેલી એક ચકચારભરી ઘટનામાં ત્રણ શખ્સોએ એક યુવકની ચાકૂના 25 ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. એક શખ્સે તેના બે સગીર વયના મિત્રો સાથે મળીને યુવકના શરીર પર ચાકૂના અંદાજે 25 જેટલા ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ તેઓ લાશને ઢસડીને કેટલાય મીટર દૂર સુધી લઇ ગયા હતા. એટલું જ નહી તેમણે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલ ઉપર પણ હુમલો કર્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયા હતા.

દેશની રાજધાની દિલ્હીમાં રૂંવાડા ઉભા કરી દેતી એક ઘટનામાં અરમાન નામના શખ્સે તેના બે સગીર સાથીદાર સાથે મળીને 22 વર્ષના ગૌરવ નામના યુવક પર અચાનક હુમલો કરી દીધ હતો. તેમણે ગૌરવને ચાકૂના 25 જેટલા ઘા મારતા તે લોહીલુહાણ થઈને મોતને ભેટ્યો હતો. આટલાથી સંતોષ ન થતા આરોપીઓએ લાશને એક કિલોમીટર સુધી ઢસડતા રહ્યા હતા. તે સિવાય આરોપીઓએ ગૌરવના સાહેબને પણ એકાદ કિલોમીટર સુધી ઢસડી ગયા હતા. તે સમયે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમે ગૌરવના મૃતદેહને ઢસડતા આ શખ્સોને જોયા હતા. પોલીસને જોઈને ત્રણેય આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

બીજીતરફ ભાગી રહેલા આરોપીઓ નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના રાત્રે 2 વાગ્યાની છે. મૃતક અને ત્રણેય આરોપીઓ એકબીજાને ઓળખતા હોવાનું કહેવાય છે. રાત્રે કોઈ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ત્રણેય આરોપીઓએ ગૌરવ પર ચાકૂથી હુમલો કરીને તેની હત્યા કરી નાંખી હતી. જ્યારે આરોપીઓ ગૌરવના મૃતદેહને ઢસડી રહ્યા હતા ત્યારે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે નટવર સિંહને ટક્કર મારતા તે ઘાયલ થયા હતા. ત્યારબાદ અન્ય પોલીસોએ આરોપીઓનો ઘણી દૂર સુધી પીછો કર્યો હતો અને ત્રણેયને ઝડપી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા