Election/ 6 મનપાની 575 બેઠક માટે આટલાં ઉમેદવારો મેદાનમાં, કોણ મારશે બાજી…?

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી

Gujarat Others Trending
punjab 32 6 મનપાની 575 બેઠક માટે આટલાં ઉમેદવારો મેદાનમાં, કોણ મારશે બાજી...?

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ હતી ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.

ઉલ્લેખનીય છે કે,  આજે રાજ્યની  6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં અમદાવાદ મનપાની એક બેઠક બિનહરીફ થઈ છે. બાકી બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ થી ચૂકયુ છે. મતદાનને લઇને તંત્ર તરફથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં 6 મનપા માટે કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે.  ભાજપના 577 ઉમેદવાર, કોંગ્રેસના 566 ઉમેદવાર, NCPના 91,  AAPના 470 ઉમેદવાર અને અન્ય પક્ષના 353 ઉમેદવાર વચ્ચે રસાકસી છે. અપક્ષનાં 228 ઉમેદવાર મેદાનમાં છે.

11,121 મતદાન મથકો પર આજે મતદાન યોજાશે. જેમાં 2,225 સંવેદનશીલ બૂથ, 1188 બૂથ અતિ સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં રાજ્યમાંથી કુલ 60,60435 પુરુષ મતદારો અને કુલ 54,06,538 સ્ત્રી મતદારો મતદાન કરશે. 63,209નો પોલીંગ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. 32,262 પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.