Not Set/ ખાટી મીઠી આમલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો તે કયા છે?

તમે તમારા નાનપણમાં ઘણી આમલી ખાધી હશે અને આજે પણ તેને જોતાં જ મોઢામાં પાણી આવી જતુ હોય છે.

Health & Fitness Lifestyle
Mantavya 66 ખાટી મીઠી આમલી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો તે કયા છે?

તમે તમારા નાનપણમાં ઘણી આમલી ખાધી હશે અને આજે પણ તેને જોતાં જ મોઢામાં પાણી આવી જતુ હોય છે. ખાટામીઠા સ્વાદવાળી આમલીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ચટણી, સોસ અને મીઠાઈ બનાવવા માટે થાય છે. આમલી ખોરાકનો સ્વાદ વધારે છે. તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. આમલી સ્વાસ્થ્ય માટે સારી છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચનને સારૂ રાખે છે અને હ્રદયરોગને દૂર રાખે છે.

Health / લાલ કેળાના ફાયદા જાણી લેશો તો ભૂલી જશો પીળા કેળા ખાવાનું…

વિટામિન સી, ઈ અને બી ઉપરાંત આમલીમાં પુષ્કળ કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફાઇબર પણ જોવા મળે છે. ઉપરાંત તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ પણ છે. આવો જાણીએ આમલી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. આમલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને તેમાં ચરબીની માત્રા હોતી નથી. આમલી ખાવાથી વજન ઓછું થાય છે, કારણ કે તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફેનોલ હોય છે. આ ઉપરાંત આમલીમાં હાઇડ્રોક્સાઇટ્રિક એસિડ ભરપૂર હોય છે, જે એમીલેઝને અટકાવીને ભૂખને ઘટાડે છે. તે કાર્બોહાઈડ્રેટને ચરબીમાં ફેરવવા માટે જવાબદાર એન્ઝાઇમ છે.

Health / બપોરે જમ્યા પછી વારંવાર ઉંઘ આવે છે તો આ રીત અપનાવીનો જુઓ, શરીરમાં બની રહેશે સ્ફૂર્તિ

પ્રાચીન કાળથી આમલીનો ઉપયોગ સારા પાચક તરીકે થાય છે, કારણ કે તેમાં ટાર્ટરિક એસિડ, મેલિક એસિડ અને પોટેશિયમ હોય છે. તેનો ઉપયોગ પેટની માંસપેશીઓને આરામ કરવાની ક્ષમતાને કારણે લૂઝ મોશનની સારવાર તરીકે પણ થાય છે. તેનો ઉપયોગ કબજિયાત દુર કરવા માટે પણ થાય છે. આમલીનું સેવન કરવાથી પેટનાં રોગો દૂર રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ