Wedding Ring/ આલિયા ભટ્ટની વેડિંગ રિંગ જડેલા છે આટલા હીરા, ફોટામાં કરી ફ્લોન્ટ, શું તમે જોઈ?

આલિયાના વેડિંગ લૂકની સાથે એક્ટ્રેસની વેડિંગ રિંગ પણ ચર્ચામાં છે. તેના લગ્નની ઘણી તસવીરોમાં આલિયા તેની અદભૂત ડાયમંડ વેડિંગ રિંગને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.

Trending Entertainment
વેડિંગ રિંગ

લવ બર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો પ્રેમ તેમના લગ્ન સાથે વધુ ગાઢ બની ગયો છે. 14 એપ્રિલનો દિવસ બંને માટે યાદગાર દિવસ બની ગયો છે, કારણ કે આ દિવસે આલિયા અને રણબીર  લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. દંપતીના લગ્ન ચોક્કસપણે ઇન્ટિમેન્ટ હતા, પરંતુ લગ્નમાં બધું ખૂબ જ ખાસ હતું. ત્યારે આવામાં આલિયાના વેડિંગ લૂકની સાથે એક્ટ્રેસની વેડિંગ રિંગ પણ ચર્ચામાં છે.

આલિયા ભટ્ટે તેના લગ્નમાં પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચીની આઇવરી ઓરગેજા સાડી પહેરી હતી. સાડી સાથે આલિયાની ગોલ્ડન હેવી જ્વેલરી તેના પર ખૂબ જ સારી લાગી રહી હતી. આલિયાએ માંગ પટ્ટીથી પોતાના લગ્નને ખાસ બનાવ્યો હતો. આલિયા સાથે મેળ ખાતા રણબીર પણ આઇવરી સિલ્ક શેરવાનીમાં  દુલ્હો બન્યો હતો. આલિયા અને રણબીર તેમના વેડિંગ લૂકમાં કોઈ ડ્રીમ કપલથી ઓછા નથી લાગતા.

ચર્ચામાં છે આલિયાના વેડિંગ રિંગ

આલિયાના વેડિંગ લૂકની સાથે એક્ટ્રેસની વેડિંગ રિંગ પણ ચર્ચામાં છે. તેના લગ્નની ઘણી તસવીરોમાં આલિયા તેની અદભૂત ડાયમંડ વેડિંગ રિંગને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. રિંગમાં ઘણા હીરા જડેલા છે. સોશિયલ મીડિયા પર પણ આલિયાના વેડિંગ રિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે. આલિયાની વેડિંગ રિંગ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આલિયા અને રણબીરના લગ્નથી બંને પરિવારના જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. દરેક જણ સેલિબ્રેશન મૂડમાં છે અને નવા પરિણીત યુગલ પર તેમના પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આલિયા અને રણબીર માટે આ ક્ષણ સૌથી ખાસ છે. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંનેએ પતિ-પત્ની બનીને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. ચાહકો પણ બંનેને ખૂબ જ પ્રેમની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો :આલિયા ભટ્ટે કોપી કર્યો કંગના રનૌતનો લુક? સો. મીડિયામાં ફોટો થયો વાયરલ