World Cup/ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહાસંગ્રામ, જાણો ધરમશાલા સ્ટેડિયમની પિચ અને વેધર રિપોર્ટ

ICC ODI વર્લ્ડ કપની 21મી મેચમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ હાઈ-વોલ્ટેજ મેચ 22 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

Trending Sports
YouTube Thumbnail 2023 10 21T134219.378 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહાસંગ્રામ, જાણો ધરમશાલા સ્ટેડિયમની પિચ અને વેધર રિપોર્ટ

ICC ODI વર્લ્ડ કપની 21મી મેચમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ હાઈ-વોલ્ટેજ મેચ 22 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેની તમામ 4 મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ 4 મેચમાં જીત સાથે સારા નેટ રન રેટના આધારે ટોચ પર છે. તો જાણીએ મેચ પહેલા ધર્મશાલાના હવામાન અને પિચની સ્થિતિ.

ભારતીય ટીમ હાર્દિક વગર મેદાનમાં ઉતરશે!

નોંધનીય છે કે, ભારતીય ટીમ માટે ચિંતાની વાત એ છે કે હાર્દિક પંડ્યા રવિવારે ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે રમશે નહીં. BCCIએ એક રિલીઝમાં કહ્યું, ‘હાર્દિક પંડ્યાને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પોતાની બોલિંગ કરતી વખતે ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.

રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઓલરાઉન્ડરને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. તે મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. તે 20 ઓક્ટોબરે ટીમ સાથે ધર્મશાલા જશે નહીં અને હવે સીધો લખનૌમાં ટીમ સાથે જોડાશે જ્યાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. અત્યારે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ મોટી મેચમાં હાર્દિકની જગ્યાએ કેપ્ટન રોહિત કોના પર ભરોસો કરે છે.

મેચ દરમિયાન ધર્મશાલામાં હવામાન કેવું રહેશે?

રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદ તેમજ તોફાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે બંને કેપ્ટન રોહિત શર્મા અને ટોમ લાથમ ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યાની આસપાસ ટોસ માટે બહાર આવશે, ત્યારે તે સમયે વરસાદની 43 ટકા સંભાવના છે, જેના કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે. અહીં મહત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે. ધરમશાલાના HPCA સ્ટેડિયમમાં 100 ટકા વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.

ધરમશાલાનો પીચ રિપોર્ટ

ધર્મશાલાની હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનની પિચ ફાસ્ટ બોલરો માટે ઘણી મદદગાર માનવામાં આવે છે. અહીં સારા બાઉન્સને કારણે બોલરોને વિકેટ લેવાની તક મળે છે. જોકે, મેચ આગળ વધવાની સાથે સ્પિનરોને પણ મદદ મળવાની અપેક્ષા છે. બેટ્સમેનોને સ્થાયી થવામાં સમય લાગી શકે છે, પરંતુ એકવાર સ્થિર થઈ ગયા પછી પુષ્કળ ચોગ્ગા અને છગ્ગા જોવા મળી શકે છે. અહીં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહાસંગ્રામ, જાણો ધરમશાલા સ્ટેડિયમની પિચ અને વેધર રિપોર્ટ


આ પણ વાંચો: Akasa Air/ મારા બેગમાં બોમ્બ છે…પેસેન્જરે આટલું કહેતાં જ હજારો ફૂટ ઉપર ઉડતી ફ્લાઈટમાં હડકંપ

આ પણ વાંચો: Rapid Rail/ જાણો રેપિડ રેલ દિલ્હી મેટ્રોથી કઈ રીતે અલગ છે, કેટલી છે વિશેષતાઓ

આ પણ વાંચો: Vadodara-Heart Attack/ વડોદરામાં ગરબા ગાતા-ગાતા મોત અને રીક્ષા ચાલકનું મોત