અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન/ કોવિડ ગાઇડલાઇનનું પાલન ના થતા અમદાવાદના આ 10 એકમ સીલ કરાયા

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે  તેમ છતાં પણ  કોરોનાની ગાઇડલાઇનનું કેટલીક જગ્યાએ  પાલન કરવામાં આવતુ નથી.   ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા વધુ 10 એકમને સીલ કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અમદાવાદ શહેર હદ વિસ્તારમાં આવેલી ખાનગી ઓફિસો/એસ્ટાબ્લીશમેન્ટને ફક્ત 50% જેટલા કર્મચારીઓથી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ટેક્સ […]

Ahmedabad Gujarat
Untitled 293 કોવિડ ગાઇડલાઇનનું પાલન ના થતા અમદાવાદના આ 10 એકમ સીલ કરાયા

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે  તેમ છતાં પણ  કોરોનાની ગાઇડલાઇનનું કેટલીક જગ્યાએ  પાલન કરવામાં આવતુ નથી.   ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા વધુ 10 એકમને સીલ કર્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અમદાવાદ શહેર હદ વિસ્તારમાં આવેલી ખાનગી ઓફિસો/એસ્ટાબ્લીશમેન્ટને ફક્ત 50% જેટલા કર્મચારીઓથી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ટેક્સ અને એએમટીએસની સંયુક્ત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ ઝુંબેશ દરમિયાન 267 જેટલી ખાનગી ઓફિસો/ એસ્ટાબ્લિશમેન્ટના સ્ટાફની હાજરીનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું જેમાં 50%થી વધુ સ્ટાફ હાજર હોવાને કારણે 10 યુનિટનું ઓફિસ કામકાજ બંધ કરાવી કેમજ ઓફિસ ખાલી કરાવી સદર ઓફિસને સીલ કરવામાં આવી હતી.

10 એકમોને સીલ કરાયા

1-સ્ટાર બજાર, જોધપુર, સેટેલાઇટ
2- આર્સેનલ ટેક પ્રા.લી., એસજી હાઇવે, જોધપુર
3- પ્યોર કેર પ્રા.લી, પંજાબ ટાવર હાઉસ, સરખેજ
4- પ્રેમવતી,માનસી સર્કલ, વસ્ત્રાપુર
5- એરીયન લીમીટેડ, સીટી ગોલ્ડ, મલ્ટીપ્લેક્ષ, આશ્રમ રોડ
6- ટીમ લીઝ, સીટી ગોલ્ડ મલ્ટીપ્લેક્ષ, આશ્રમ રોડ
7- નેશનલ હેન્ડલુમ, નરોડા
8- કોર મોબાઇલ, ગેલેક્ષી અવેન્યુ, નરોડા
9- મહાદેવ મોબાઇલ, ગેલેક્ષી અવેન્યુ, નરોડા
10- વીવો મોબાઇલ, ગેલેક્ષી અવેન્યુ, નરોડા