સુરત/ કરીયાણાની દુકાનમાં વસ્તુ લેવા જતા પહેલા હવે સો વખત વિચારજો,કયાંક ગાંજો તો નથી વેચાતોને

સુરતની અલથાણ પોલીસે કરીયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

Gujarat Surat
YouTube Thumbnail 5 3 કરીયાણાની દુકાનમાં વસ્તુ લેવા જતા પહેલા હવે સો વખત વિચારજો,કયાંક ગાંજો તો નથી વેચાતોને

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અલથાણ ગામ ખાતે કરીયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને અલથાણ પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે 7.062 કિલોગ્રામ ગાંજાનો જથ્થો દુકાનમાંથી કબજે કર્યો છે.

સુરત પોલીસ કમિશ્નર દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરતની અલથાણ પોલીસે કરીયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

અલથાણ પોલીસે બાતમીના આધારે અલથાણ ગામમાં આવેલ નવી વસાહત ખાતે કરીયાણાની દુકાનમાં તપાસ કરી હતી.જ્યાંથી પોલીસને 7.062 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કીમત ૭૬ હજારથી વધુ થાય છે.પોલીસે આ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે પુનમ ગણપત બહેરા અને બાબર છોટુભાઈ રાઠોડની ધરપકડ કરી છે.પોલીસે ગાંજાનો જથ્થો આપનાર અમીયા દાસને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં

આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ

આ પણ વાંચો:સ્કૂલમાંથી ગુલ્લી મારીને ઉકાઈ ડેમમાં ન્હાવા પડેલા બે બાળકોના કરૂણ મોત

આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા