Birthday/ ભારત રત્ન લતા મંગેશકરનું ખોવાયેલું આ ગીત 26 વર્ષ પછી મળ્યું, જાણો શું છે એમાં ખાસ

ભારત રત્ન એવા લતા મંગેશકરનો આજે 92મો જન્મદિવસ છે, ત્યારે તેઓને ગાયેલા ગીતોને કારણે દેશભરમાંથી લોકો દ્વારા તેમને જન્મદિવસની શુભેચ્છાઓ…

Trending Entertainment
ભારત રત્ન

સ્વર સમ્રાજ્ઞી અને  ભારત રત્ન એવા લતા મંગેશકરનો આજે 92મો જન્મદિવસ છે, ત્યારે તેઓને ગાયેલા ગીતોને કારણે દેશભરમાંથી લોકો દ્વારા તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ગાયા છે આ સુપરહીટ ગીતો અને ગરબા

બીજી બાજુ આ શુભ અવસરે લતા મંગેશકરના જુના ગીતોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ દિવસે તેમનું 26 વર્ષ પહેલા ખોવાયેલું એક ગીત સામે આવ્યું છે. આ અંગે જણાવતા ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ અને ગીતકાર ગુલઝારે જણાવ્યું હતું કે, આજથી 26 વર્ષ પહેલા આ જોડીએ લતા મંગેશકર સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું જે મંગળવારે રિલીઝ થશે.

આ ગીત હતું ‘ઠીક નહીં લગતા’, કે જેને એક ફિલ્મ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું જે પાછળથી રીલીઝ કરવામાં આવ્યું ન હતું. આ ગીત હવે મંગેશકરના 92 માં જન્મદિવસ પર ભારદ્વાજના લેબલ ‘વી.બી મ્યુઝિક’ અને ‘મોઝ’ એપ પર રિલીઝ થશે.

આ પણ વાંચો :PM મોદીએ લતા મંગેશકરને જન્મદિવસ પર પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું….

આપને જણાવી દઈએ કે, ફિલ્મ ‘માચીસ’ પહેલા જ મંગેશકર સાથે ‘ઠીક નહીં લગતા’ ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીત બીજી ફિલ્મ માટે લખવામાં આવ્યું હતું જે ફિલ્મ બની શકી નહી.

આ અંગે જણાવતા વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ ફિલ્મ બનાવવાની તૈયારી કરી ત્યારે અમે આ ગીત પણ રેકોર્ડ કર્યું હતું, પરંતુ કમનસીબે, લાંબા સમય સુધી અમે ફરી ફિલ્મ બનાવવાનું વિચારતા રહ્યા પણ 10 વર્ષ પછી સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મ બનાવી શકાતી નથી. આ સાથે જ આ ગીત પણ તેની સાથે ખોવાઈ ગયું હતું.

આ પણ વાંચો :કરિયરની શરૂઆતથી અત્યાર સુધીમાં આટલી બદલાઈ મૌની રોય, આજે કરોડોમાં કરે છે કમાણી

આ પણ વાંચો :રણબીર કપૂર આ અભિનેતાની પત્નીને કરી ચુક્યો છે ડેટ, તેના વિશે જાણી-અજાણી વાત