Meghalaya/ વરસાદમાં ખીલી ઉઠતું આ સ્થળ! ભારતમાં હોવ તો એકવાર જરૂર મુસાફરી કરો…

મેઘાલયમાં ગારો હીલ્સના દક્ષિણે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. બાંગ્લાદેશની સાથે આંતરરાષ્ટ્રીય સીમાની 910 મીટરની ઊંચાઈ પર આવેલું છે………

Trending Lifestyle
Image 2024 05 31T153844.612 વરસાદમાં ખીલી ઉઠતું આ સ્થળ! ભારતમાં હોવ તો એકવાર જરૂર મુસાફરી કરો...

Meghalaya: ઉત્તર ભારતમાં અત્યારે ગરમીનો કેર વરસ્યો છે. પારો સતત આસમાને પહોંચી રહ્યો છે. અત્યારે તમને વરસાદ ક્યારે પડશે તેની રાહ જુઓ છો. પરંતુ જ્યારે વરસાદ પડશે ત્યારે તમે કયા સ્થળે જવાનું પસંદ કરશો. વરસાદને લગતાં તમે અનેક ફિલ્મી ગીતો સાંભળ્યા હશે. વરસાદમાં ફરવાની પણ એટલી જ મઝા આવે છે. પહાડો, વૃક્ષો, જંગલોમાં જ્યારે વરસાદમાં પલળીએ ત્યારે એ ક્ષણો જીવનભર યાદગાર બની જતી હોય છે. મેઘધનુષ્ય, કૂમળો તાપ અને ઠંડક મનને તાજગીથી ભરી દે છે. ભારતમાં મેઘાલય રાજ્ય, જ્યાં વરસાદની ઋતુમાં આ સ્થળ ખીલી ઉઠે છે.

અહીં 365 દિવસ વરસાદ થાય છે. અહીં વરસાદ રોકાવાનું નામ લેતો નથી. વરસાદે જ આ રાજ્યને બનાવ્યું છે. શિલોંગ કે મોસિનરામ કે ચેરાપુંજીનું સોહરા હોય. અહીં પ્રકૃતિ ખુશહાલ નજર આવતી હોય છે.

Monsoon 2020: Experience Monsoon Magic In Meghalaya - Nativeplanet

માવલિનોંગ

પૂર્વ ખાસી હિલ્સ જીલ્લામાં આવેલું એક ગામ છે. સ્વચ્છતાં માટે ડિસ્કવર ઈન્ડિયા પત્રિકા દ્વારા એશિયાનું સૌથી સ્વચ્છ ગામ તરીકે પસંદગી પામ્યું હતું.

શિલોંગ

Monsoons in Meghalaya: Shillong & Cherrapunjee | Bubo Birding

મેઘાલયની રાજધાની શિલોંગમાં લેડી હૈદરી પાર્કમાં મેનિક્યોર કરેલા બગીચા માટે જાણીતું છે. અહીં એલિફન્ટ ફોલ્સ છે, લોકો ફરવા માટે આવે છે.

બાલપક્રમ નેશનલ પાર્ક

મેઘાલયમાં ગારો હીલ્સના દક્ષિણે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. બાંગ્લાદેશની સાથે આંતરરાષ્ટ્રીય સીમાની 910 મીટરની ઊંચાઈ પર આવેલું છે.

દિલ્હી થી મેઘાલય ફ્લાઈટમાં જશો તો પહેલા ગુવાહાટી જાઓ. શિલોંગથી ટ્રેન પકડી શકો છો. બાદમાં ટેક્સી અને બસ દ્વારા મેઘાલયના અન્ય સ્થળોએ ફરી શકશો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તમે જાણો છો? લૂથી પણ વાળ ખરાબ થઈ શકે છે, કેવી રીતે બચાવશો નાજુક વાળને…

આ પણ વાંચો: આંતરડામાં મળ સૂકાવાથી શરીર પર દેખાય છે આ લક્ષણો, આયુર્વેદિક ઉપચારોથી મળશે મુક્તિ

આ પણ વાંચો: પરવળ ખાવાના ફાયદાજાણી તમે પણ ચોંકી ઉઠશો