મહેસાણા/ થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન, લોકોમાં જોવા મળ્યું કુતૂહલ

થોળ પક્ષી અભ્યારણમાં દર વર્ષે હજ્જારો વિદેશી પક્ષીઓ આવે છે

Top Stories Gujarat Others
વિદેશી પક્ષીઓનું આગમન
  • મહેસાણાના થોળ પક્ષી અભયારણ્યમાં આવ્યા વિદેશી પક્ષીઓનું આગમન
  • 4 કુંજ પક્ષીઓ 10,000 કિલોમીટરની ઉડાન ભરી આવ્યા
  • કુંજ નામના 4 પક્ષીઓમાં લગાવેલી છે જીપીએસ સિસ્ટમ
  • અભ્યારણમાં 70 થી વધુ પ્રજાતિના 30 થી 40 હજાર પક્ષીઓ
  • ગરમીની અસર શરૂ થતાં પક્ષીઓ પોતાના પ્રદેશમાં ફરશે પરત

મહેસાણાના કડી તાલુકાના થોળ તળાવમાં શિયાળુ શરૂ થતાંની સાથે જ દેશ – વિદેશમાં વસવાટ કરતા વિવિધ પ્રજાતિના પક્ષીઓ આવ્યા છે. દર વર્ષે શિયાળામાં માઇનસ ડીગ્રી તાપમાન ધરાવતા દેશોના પક્ષીઓ થોળ તળાવમાં આવે છે.

Untitled 12 થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન, લોકોમાં જોવા મળ્યું કુતૂહલ

મહેસાણા જિલ્લાના જાણીતું કડી તાલુકા ના થોળ તળાવ માં આવેલા પક્ષી અભયારણ્યમાં હજ્જારો કિલોમીટર દૂરથી વિવિધ પ્રજાતિમાં પક્ષીઓ આવે છે.શિયાળુ શરૂ થતાંની સાથે જ દેશ – વિદેશ માં વસવાટ કરતા વિવિધ પ્રજાતિના પક્ષીઓ કડી તાલુકા માં આવેલા થોળ તળાવના પક્ષી અભયારણ્યમાં આવે છે અને ચાલુ સાલે પણ હજ્જારો કિલોમીટર દૂરથી પક્ષીઓ થોળ અભ્યારણમાં આવ્યા છે.

Untitled 13 થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન, લોકોમાં જોવા મળ્યું કુતૂહલ

દર વર્ષે શિયાળા માં માઇનસ ડીગ્રી તાપમાન ધરાવતા દેશોના પક્ષીઓ થોળ તળાવમાં આવે છે,પરંતુ ગત વર્ષે મહેસાણા જિલ્લા વન વિભાગએ પક્ષીઓની ઓળખ અને સંશોધન માટે લગાવેલી જીપીએસ સિસ્ટમ વાળા 4 કુંજ પક્ષીઓ 10,000 કિલોમીટરની ઉડાન ભરી થોળ તળાવમાં આવ્યા છે.

Untitled 14 થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન, લોકોમાં જોવા મળ્યું કુતૂહલ

મહેસાણા વન વિભાગે લગાવેલી જીપીએસ સિસ્ટમ ઉપરથી માલુમ પડ્યું કે 4 કુંજ પક્ષીઓ જીપીએસ લગાવેલા 10,000 કિલોમીટર દૂર થી આવ્યા છે.આમ,વન વિભાગે શરૂ કરેલા સંશોધનમાં હજ્જારો કિલોમીટર દૂરથી આવતા પક્ષીઓ માટે ની જે આજદિન સુધી ની ધારણા હતી એ હવે સાચી ઠરી છે.જો વિદેશી પક્ષીઓની વાત કરીએ તો થોળ પક્ષી અભયારણ્યમાં 70 થી વધુ પ્રજાતિના 30 થી 40 હજાર પક્ષીઓ શિયાળાની ઠંડી મૌસમમાં આવે છે અને વિહાર કરે છે અને બાદ ગરમી ની અસર શરૂ થતાં જ પોતાના પ્રદેશ માં પરત ફરે છે.


whatsapp ad White Font big size 2 4 થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન, લોકોમાં જોવા મળ્યું કુતૂહલ


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ