Ahmedabad/ શહેરનાં RTO માં હજારોની સંખ્યામાં પડી રહી છે RC Book, જાણો શું છે કારણ

સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓનાં ઓફિસમાં સરનામાનાં અભાવે 21 હજાર જેટલી આરસી બુક દેખાઈ રહી છે.

Ahmedabad Gujarat
Untitled 27 શહેરનાં RTO માં હજારોની સંખ્યામાં પડી રહી છે RC Book, જાણો શું છે કારણ

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓનાં ઓફિસમાં સરનામાનાં અભાવે 21 હજાર જેટલી આરસી બુક દેખાઈ રહી છે. આરસી બુક ખોવાઈ જાય તો ખોટા નામ-સરનામા નોંધાયા હોય તેવા કિ સ્સામાં પણ ડુપ્લીકેટ આરસી બુકનો ખર્ચ વાહન માલિકોને ઉઠાવવો પડે છે. આરટીઓમાં હાથોહાથ આરસીબુક અપાય તેવી પણ અરજદારોની માંગણી છે. સુભાષ બ્રિજ આરટીઓમાં 13,000 અને વસ્ત્રાલ આરટીઓમાં 8,400 આરસીબુક કોઈ લેવા આવતું નથી.

સુભાષ બ્રિજ આરટીઓમાં 2017-18 ની અત્યાર સુધી 13,084 આરસી બુક પડી રહી છે. એડ્રેસનાં અભાવે અને ઘર બંધ હોય તેવા કિસ્સામાં આરસી બુક પરત આવે છે. પૂર્વનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તો ભાડા કરાર પર જ વાહનોની ખરીદી કરવામાં આવે છે. જેને કારણે પણ વસ્ત્રાલમાં રોજ 50 આરસી બુક પરત આવે છે. કંપની તરફથી આરસી બૂક અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર કોલ સંપર્ક કરવામાં આવતો નથી. એક તરફ અરજદારોની માંગણી છે કે વાહનની ખરીદી વખતે આરસી બુક હાથમાં મળી જાય તેવી વ્યવસ્થા આરટીઓમાં હોવી જોઈએ. જેથી વાહન માલિકને પોસ્ટ ઓફિસ કે આરટીઓ ધક્કા ખાવા પડે નહીં.

Gujarat: ધોરણ 12 સાયન્સનાં ફોર્મ ભરવાનું શરૂ, જરૂરી વિગતો માટે આ વેબસાઇટની લો મુલાકાત

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં આજે ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કર્સમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો