બાબરા/ લાલચ બુરી બલા,સૌરાષ્ટ્રમાં ત્રણ ભાઈઓએ કરી અફીણની ખેતી, પછી….

લાલચ બુરી બલા,સૌરાષ્ટ્રમાં ત્રણ ભાઈઓએ કરી અફીણની ખેતી, પછી….

Gujarat Others Trending
womens day 3 લાલચ બુરી બલા,સૌરાષ્ટ્રમાં ત્રણ ભાઈઓએ કરી અફીણની ખેતી, પછી....

દુનિયામાં જો ન કરવા જેવી કોઇ ખેતી હોય તો તે અફીણની છે.  છતાં ગુજરાતમાં ગેરકાયદેસર ખેતી થાય છે. ત્યારે આવી જ ગેરકાયદે ખેતી ત્રણ ભાઈઓએ કરી છે. અમરેલીના બાબરામાં પોલીસે ગેરકાયદેસર અફિણની ખેતી કરતા ખેડૂતોને ઝડપી પાડ્યાં છે.

લાલચ બુરી બલા, પૈસાની લાલચે કરી ગેરકાયદેસર ખેતી

લાલચે ખવડાવી જેલની હવા

અફીણની ખેતી કરી થયા જેલ હવાલે

ત્રણ ભાઈએ ખેતરમાં કરી અફીણની ખેતી

અમરેલીના બાબરામાં  લીલાછમ કપાસ જેવા જ દેખાતા અફીણના  છોડની ગેરકાયદે ખેતી કરવામાં આવી છે. અને એ પણ ત્રણ ભાઈઓએ ભેગા મળીને આશે ૧૭૪૭ ચોરસ મીટર જેટલી જગ્યામાં અફીણની ખેતી કરી છે બાબરા પોલીસ અને અમરેલી પોલીસને બાતમી મળતા વાડીમાં રેડ કરતા પોલીસને પણ  આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા.  માટી માત્રમાં અફિણનું વાવેતર જોઈને પોલીસ પર અચબામાં પડી ગઈ હતી. કારણકે સૌરાષ્ટ્રમાં અફીણનું વાવેતર આટલી મોટી માત્રામાં હજુ સુધી ક્યાંય મળ્યું નથી.

B K News | News|Daily News| Deesa Daily News|Banaskantha Daily News|Banaskantha News

ધીરે ધીરે ડગલાં માંડી રહેલા આ ત્રણ સગાભાઇઓ છે શિરવાણીયા ગામ ના છે. આ ત્રણેય ભાઈઓએ વધુ પૈસા કમાવવાની લાલચમાં અફિણની ખેતી કરી હતી. ત્રણેય શખ્સોએ પોતાની વાડીમાં આશરે સવા વીઘામાં અફીણના ડોડવા નું વાવેતર કર્યું હતું. 323 કિલોગ્રામ અફીણ નો મુદ્દામાલ પોલીસે પકડી પાડયો ઉપરાંત તેમાંથી તૈયાર કરેલ 58 ગ્રામ જેટલું શુદ્ધ અફીણ પણ પોલીસે જપ્ત કર્યું છે.

Arrest of an illegal opium farmer in morbi– News18 Gujarati

બાબરા તાલુકાના શીરવાણીયા ગામે આટલી મોટી માત્રામાં અફીણનું વાવતેર પકડાતા પોલીસને મોટી સફળતા મળી છે. હાલ આ ત્રણેય સગા ભાઈઓની પોલીસે પુછપરછ કરી રહી છે.  કોના કહેવાથી આ વાવેતર કરવામાં આવ્યું હતું આમાંથી તૈયાર થતું અફીણ કોને સપ્લાય કરવાનું હતું તે સવાલ હજુ અકબંધ છે.