Accident/ રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં મહેસાણાના ત્રણ કૌટુંબિક ભાઈઓના મોત

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલાલપુર Accident ગામના સંદિપ ચૌધરી, સૌરભ ચૌધરી, વિશ્વાસ ચૌધરી, હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીના રાજસ્થાનમાં થયેલા કાર અકસ્માતમાં નિધન થયું છે.

Top Stories Gujarat
Mehasana accident રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં મહેસાણાના ત્રણ કૌટુંબિક ભાઈઓના મોત

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલાલપુર Accident ગામના સંદિપ ચૌધરી, સૌરભ ચૌધરી, વિશ્વાસ ચૌધરી, હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીના રાજસ્થાનમાં થયેલા કાર અકસ્માતમાં નિધન થયું છે. તેઓ અર્ટિગા કારમાં રાજસ્થાનમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ રણુંજા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બાડમેર નેશનલ હાઈવે નંબર 68 પરથી ઓવરટેક કરવાના ચક્કરમાં અર્ટિગા કાર ધડાકાભેર સ્કોર્પિયો કાર સાથે ટકરાઈ હતી.

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બન્ને કારનો Accident કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત બાદ અર્ટિગા કારમાં સવાર 5 પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરી તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને ગંભીર હાલતમાં બાડમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતકો કૌટુબિંક ભાઈઓ હતા. જે પૈકી એકના લગ્ન એક મહિના અગાઉ જ થયા હતા. તમામ મૃતકોના મૃતદેહો વતન માલપુર પહોંચતા તેમના અંતિમ સંસ્કારમાં આખુ ગામ હીબકે ચડ્યું હતુ.

નજરે જોનારાઓના જણાવ્યા મુજબ અર્ટિગાની Accident કાર પૂરઝડપે આવતી હતી. તેની સ્પીડ આરામથી પ્રતિ કલાક 100 કરતાં પણ વધુ હતી. તે મોટાવાહનને ઓવરટેક કરવા માંગતી હતી, પરંતુ તેના દ્વારા તેને સાઇડ આપવામાં આવતી ન હતી. તેથી અકળાયેલા અર્ટિગાના ચાલકે સ્પીડ વધારીને તેને ઝડપથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે તે સામેથી આવતી સ્કોર્પિયોને અથડાઈ હતી. બંને વાહનોની સ્પીડ એટલી હતી કે તેમને બ્રેક મારવાનો પણ સમય મળ્યો ન હતો. જો કે આશ્ચર્યની વચ્ચે સ્કોર્પિયોમાં બેઠેલાઓનો ગાડીનો કચ્ચરઘાણ નીકળવા છતાં બચાવ થયો હતો, જ્યારે અર્ટિગામાં બેઠેલા મુસાફરોના નસીબ એટલા સારા ન હતા.

આ પણ વાંચોઃ Accident/ તમિલનાડુના ત્રિચીમાં ગમખ્વાર અકસ્માત થતા પાંચ લોકોના મોત

આ પણ વાંચોઃ નાપાક મનસૂૂબા/ LOC પર સુરંગ બનાવવાની નાપાક હરકત,ચીન પાકિસ્તાનને કરી રહ્યું છે મદદ,જાણો

આ પણ વાંચોઃ પ્રહાર/ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર,આજની સ્થિતિ ઈમરજન્સી કરતા પણ ખરાબ

આ પણ વાંચોઃ PM Modi Egypt Visit/ PM મોદીની બે દેશોની રાજકિય યાત્રા પૂર્ણ, ઇજિપ્તથી દિલ્હી રવાના

આ પણ વાંચોઃ Building Collapse/ મુંબઈમાં ચોમાસુ આવતા જ બિલ્ડિંગ પડવાનું શરૂઃ વિલેપાર્લેમાં ઇમારત પડતા ત્રણના મોત