Not Set/ કોવિશિલ્ડ રસીના ત્રણ લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા, CM રૂપાણીએ ટ્વીટ કરી આપી માહિતી, આજે રસીકરણ પૂર્ણ

આખરે જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે 18 થી 44 વય જૂથના લોકોને માટે વેક્સિનેશનનો ગુજરાતમાં આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજ્યમાં આજથી તબક્કાવાર 18થી 44 વયના લોકોને વેક્સિનેશન આપવાનું

Gujarat
cm today કોવિશિલ્ડ રસીના ત્રણ લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા, CM રૂપાણીએ ટ્વીટ કરી આપી માહિતી, આજે રસીકરણ પૂર્ણ

આખરે જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે 18 થી 44 વય જૂથના લોકોને માટે વેક્સિનેશનનો ગુજરાતમાં આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજ્યમાં આજથી તબક્કાવાર 18થી 44 વયના લોકોને વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.રાજ્યમાં આજથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં 18થી 44 વર્ષની વયના યુવાનોને કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. આજે પહેલાં જ દિવસે અફરાતફરીનો માહોલ અમદાવાદ શહેરના કેટલાક સેન્ટર પર થયો હતો.આ વેક્સિનેશન માટે  રાજ્ય સરકારએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને વેક્સિન માટે મોટો ઓર્ડર આપ્યો છે.હવાઈ માર્ગે  આજે કોવિશિલ્ડ રસીનાં ત્રણ લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા હતા.મુખ્યમંત્રી રૂપાણી એ આ અંગે ટ્વિટ કરીને માહિતી પૂરી પાડી હતી

ba 1619862191 કોવિશિલ્ડ રસીના ત્રણ લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા, CM રૂપાણીએ ટ્વીટ કરી આપી માહિતી, આજે રસીકરણ પૂર્ણ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણેહાલ રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ આ તબક્કામાં સૌથી વધારે વેક્સિનેશન થવા જઈ રહ્યું છે. જેથી રાજ્ય સરકારે તેને પહોંચી વળવા માટે વધુ જથ્થો મંગાવ્યો છે. જેમાં સરકારે જાહેર કરેલા તમામ સ્થળોએ ફ્રીમાં વેક્સિન લોકોને મળી રહેશે. ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ આવી પહોંચ્યો છે. આ તમામ વેક્સિનનો જથ્થો ગાંધીનગર મોકવામાં આવ્યો છે અને ત્યાંથી આ તમામ જથ્થાનું વિતરણ કરવામાં આવશે.

rh 1619862238 કોવિશિલ્ડ રસીના ત્રણ લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા, CM રૂપાણીએ ટ્વીટ કરી આપી માહિતી, આજે રસીકરણ પૂર્ણ

સમગ્ર મે મહિનામાં 11 લાખ રસીના ડોઝ રાજ્યને પૂરા પાડવામાં આવશે.ત્યારે આજે પ્રથમ જથ્થા દ્વારા રસીકરણનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં યુવા ભાઈ-બહેનો કે જેમણે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલું છે તેઓ બહોળા પ્રમાણમાં જોડાયા હતાસમગ્ર રાજ્યમાં એક સાથે આજે વેક્સિનેશનના પ્રારંભ સમયે  પહેલાં જ દિવસે અફરાતફરીનો માહોલ અમદાવાદ શહેરના કેટલાક સેન્ટર પર થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે  કેટલાક કેન્દ્ર પર નિરાશા જોવા મળી હતી.હજુ પણ જે લોકો બાકી હોય તેમણેકોવિડ પોર્ટલ cowin.gov.in પર રજિ.કરાવવાનું રહેશે.

Untitled 47 કોવિશિલ્ડ રસીના ત્રણ લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા, CM રૂપાણીએ ટ્વીટ કરી આપી માહિતી, આજે રસીકરણ પૂર્ણ