ગોધરા-દાહોદ હાઈવે પુનઃ ગોઝારો સાબિત થયો/ ઓરવાડા પાસે સર્જાયેલા કરુણ અકસ્માતમાં ખંભાતના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત..

ગોધરા તાલુકાના ઓરવાડા પાસે ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરીને પરત ખંભાત જઈ રહેલા યુવાન મિત્રોની કારનું ટાયર ફાટતા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવીને ડિવાઈડર સાથે ભટકાયા બાદ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં આશાસ્પદ ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા

Top Stories Gram Panchayat Election 21
6 1 4 ઓરવાડા પાસે સર્જાયેલા કરુણ અકસ્માતમાં ખંભાતના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત..

ગોધરા તાલુકાના ઓરવાડા પાસે ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરીને પરત ખંભાત જઈ રહેલા યુવાન મિત્રોની કારનું ટાયર ફાટતા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવીને ડિવાઈડર સાથે ભટકાયા બાદ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં આશાસ્પદ ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.જયારે બે ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતની ખબરો સાથે જ મૃતક યુવકોના સ્વજનો અત્યારે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવતા ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા છે.

ઓરવાડા ખાતે ૩ આશાસ્પદ યુવાનોને ભરખી જનારા આ ગોઝારા અકસ્માત સંદર્ભમાં જાણવા મળ્યા પ્રમાણે ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરીને ખુશહાલ ચહેરે પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ખંભાતના ઉંડેલ ગામના યુવાન મિત્રોની કારનું ટાયર અચાનક ફાટતા બેકાબુ બની ગયેલ આ કાર ડિવાઈડર કૂદીને સામેથી પસાર થઈ રહેલા કન્ટેનર સાથે અથડાઈને ધડાકાભેર પલ્ટી ખાઈ ગઇ હતી. જેના કારણે કારમાં સવાર યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. પરંતુ  ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર મળે એ પહેલા જ ઘટનાસ્થળે તેમના મોત નિપજ્યા હતા. જ્યારે બે ઈજાગ્રસ્ત યુવાનોને ગોધરા સિવિલ હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપીને મેડિકલ સુવિધાઓ સાથે વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

ઓરવાડાના નંદાપુરા પાસે દાહોદ ગોધરા હાઈવે ઉપર સર્જાયેલો આ અકસ્માત એટલો તો ગંભીર હતો કે કચ્ચરઘાણ જેવી હાલતમાં ફેરવાઈ ગયેલ આ કાર માંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે સ્થાનિક રહીશોએ ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ જતા બચાવ કાર્યમાં પણ ભારે આઘાત પ્રસરી જવા પામ્યો હતો.!!

મહાકાલ દર્શનની હસતી તસ્વીર ગોઝારા અકસ્માતમાં વેર વિખેર થઈ ગઈ

ઉજ્જૈન ખાતે ભક્તિભાવ પૂર્વક મહાકાલના દર્શન કરીને ધન્ય થઈ ગયા હોવાની લાગણીઓની તસ્વીર મોબાઈલમાં કેદ કરીને પરત ખંભાત ખાતે વતનમાં આવી રહેલા આ યુવાન મિત્રોની કારને દાહોદ ગોધરા હાઈવે રોડ ઓરવાડા પાસે સર્જાયેલા અકસ્માતમાં ખંભાતની પાસે આવેલા ઉંડેલ ગામના ત્રણ યુવાન મિત્રો અને પરીવારોના જુવાનજોધ દીકરાઓ (૧) શશાંક મનીષભાઈ પટેલ (ઉ.વ.૩૦), (૨) કિશન પટેલ (ઉ.વ.૨૮) અને (૩) કૃષિલ વિપુલભાઈ પટેલના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત હર્ષિત ભૂપેન્દ્રભાઈ પટેલ (પેટલાદ) અને ભરત યોગેશભાઈ પટેલ (સુરત) ને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા છે.