Tokyo Olympics/ ભારતીય રમતવીરો કોઈપણ બ્રાન્ડને પ્રોત્સાહન નહિ આપે

રમત પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે કહ્યું હતું કે તેઓ આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટ કોઈપણ બ્રાન્ડનું પ્રમોશન નહીં કરે. તેમણે કહ્યું કે ભારતીય રમતવીરોની કીટ પર ફક્ત ‘ભારત’ જ લખવામાં આવશે.

Trending Sports
nagative 10 ભારતીય રમતવીરો કોઈપણ બ્રાન્ડને પ્રોત્સાહન નહિ આપે

આઇઓએએ ગયા અઠવાડિયે રમત ગમત પ્રધાન કિરેન રિજિજુની હાજરીમાં લી નિંગ દ્વારા આપવામાં આવેલી ઓલિમ્પિક કીટનું અનાવરણ કર્યું હતું, જેની મોટાપાયે આલોચના થઇ હતી. એકબાજુ દેશમાં બોયકોટ ચાઈના અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ચીની કંપની ને પ્રાયોજ્ક તરીકે  સ્થાન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  ગયા વર્ષે લદ્દાખમાં લશ્કરી સંઘર્ષ બાદ ચીની કંપનીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રમત પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે કહ્યું હતું કે તેઓ આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટ કોઈપણ બ્રાન્ડનું પ્રમોશન નહીં કરે. તેમણે કહ્યું કે ભારતીય રમતવીરોની કીટ પર ફક્ત ‘ભારત’ જ લખવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થશે. રિજિજુએ ટ્વિટ કર્યું, “ભારતીય રમતવીરો, કોચ અને સપોર્ટ સ્ટાફ ટોક્યો ઓલિમ્પિક્સમાં કોઈ બ્રાન્ડેડ એપરલ પહેરશે નહીં. આપણા ભારતીય રમતવીરોની કીટ પર ફક્ત ‘ભારત’ જ લખવામાં આવશે.

ચીની કંપની લી નિંગ સાથેના સંબંધો તોડ્યા પછી, આઇઓએ હવે નવા પ્રાયોજકની શોધમાં છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ બુધવારે આશા વ્યક્ત કરી છે કે તે આ મહિનાના અંત સુધીમાં તે પોતાની ઓલિમ્પિક ટીમ માટે નવા પ્રાયોજક શોધી  કાઢશે. આઈઓએએ 23 મી જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓ અનબ્રાંડેડ વસ્ત્રો પહેરશે તેવું કહીને મંગળવારે આઇઓએએ લી નિંગને તેની સત્તાવાર કિટ પ્રાયોજકથી દૂર કર્યું છે.

તે જ સમયે, આઈઓએ પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું કે ટૂંક સમયમાં તેઓ નવા પ્રાયોજક હોધી કાઢશે.  બત્રાએ કહ્યું, ‘નવા પ્રાયોજકની શોધ ચાલુ છે પરંતુ અમારી પાસે સમય બહુ ઓછો છે. અમે કોઈ પણ પાર્ટી ઉપર દબાણ લાવવા માંગતા નથી . કોઈ પણ કોન્ટ્રાક્ટ પરસ્પર સંમતિથી જ હોવો જોઈએ. “આ મહિનાના અંત સુધીમાં, અમે નિર્ણય લઈશું કે અમારા ખેલાડીઓ કેવા કપડા પહેરશે.  કોસ્ચ્યુમ તૈયાર છે અને તે શક્ય તેટલું વહેલી તકે અમારા ખેલાડીઓને સોંપવા પડશે. ‘