Not Set/ જામનગરમાં તંત્રની ઘોર બેદરકારી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પર્ધકો તડકામાં શેકાયા

જામનગરમાં સોમવારથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો.જે અંતર્ગત શહેરના સ્પોર્ટસ કોમ્પલેકસમાં સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ હતી.સ્વીમીંગ સ્પર્ધાનો રીપોર્ટીંગ સમય સવારનો હતો.

Gujarat Others
જામનગરમાં
  • સ્વિમિંગ સ્પર્ધામાં સ્પર્ધકો અને નિર્ણાયકો તડકે શેકાયા
  • સ્પર્ધા શરૂ થયાના ત્રણ કલાક બાદ મંડપ બંધાયો
  • પીવાના પાણી સહિત અન્ય જરૂરી વ્યવસ્થાનો અભાવ
  • અવ્યવસ્થાથી સ્પર્ધકોમાં રોષની લાગણી
  • અવ્યવસ્થાથી વાલીઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો

જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત શહેરના સ્પોર્ટસ કોમ્પલેકસમાં સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી જેમાં મંડપ બાંધવામાં ન આવતા રજીસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકો અને નિર્ણાયકો તકડે શેકાયા હતાં. સોમવારથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. સ્વીમીંગ સ્પર્ધાનો રીપોર્ટીંગ સમય સવારનો હોવાથી સ્પર્ધકો અને નિર્ણાયકો આવી ગયા હતાં.. સ્પર્ધામાં પાણી સહિત અન્ય જરૂરી વ્યવસ્થાનો પણ અભાવ હતો. જેના કારણે સ્પર્ધકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. તો સ્પર્ધકો સાથે આવેલા વાલીઓમાં પણ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો.

જામનગરમાં સોમવારથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો.જે અંતર્ગત શહેરના સ્પોર્ટસ કોમ્પલેકસમાં સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ હતી.સ્વીમીંગ સ્પર્ધાનો રીપોર્ટીંગ સમય સવારનો હતો. આથી સ્પર્ધકો અને નિર્ણાયકો આવી ગયા હતાં. પરંતુ મંડપ બાંધવામાં ન આવતા રજીસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકો અને નિર્ણાયકો તકડે શેકાયા હતાં.બપોરે છેક મંડપ બાંધવામાં આવ્યો હતો..તદઉપરાંત પાણી સહિત અન્ય જરૂરી વ્યવસ્થાનો પણ અભાવ હતો.જેના કારણે સ્પર્ધકોમાં ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ હતી.તો સ્પર્ધકો સાથે આવેલા વાલીઓમાં પણ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આ પણ વાંચો : ગોંડલના દેરડીમાં યુવકનો આપઘાત, વૃક્ષ પર ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :વયોવૃદ્ધને હનીટ્રેપમાં ફસાવાનું કાવતરું, એક મહિલા સહિત 6 આરોપીઓની કરાઈ ધરપકડ

આ પણ વાંચો :વસંતમીલ ચાલમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, પછી થયું એવું કે…

આ પણ વાંચો : ગુજરાતીઓને મળશે રાહત! આગામી ચાર દિવસ તાપમાનમાં વધારો નહિંવત