global health/ 22 થી 27 ઓક્ટોબર દરમિયાન 32 ટકા ભારતીયોનો વજન વધ્યો, જાણો કારણ

22 થી 27 ઓક્ટોબર વચ્ચે ભારતમાં ખાંડના કુલ વપરાશમાં 32 ટકાનો વધારો નોંધાયો છે, જે વર્ષ 2022 માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે…

Health & Fitness Trending Lifestyle
India Health Report

India Health Report: Healthifyme દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ, 22 થી 27 ઓક્ટોબર વચ્ચે દિવાળીના સપ્તાહ દરમિયાન ભારતમાં ખાંડના કુલ વપરાશમાં 32 ટકાનો વધારો નોંધાયો છે, જે વર્ષ 2022 માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. દરેક વપરાશકર્તાના વજનમાં 1.5 કિલોનો વધારો થયો છે. આ ઉપરાંત રિપોર્ટ અનુસાર ભારતીયોના વર્કઆઉટમાં 32 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. HealthifyMeના ચીફ બિઝનેસ ઓફિસર અંજન ભોજરાજને જણાવ્યું હતું કે, “કોવિડના બે વર્ષ બાદ લોકોએ આ વર્ષે દિવાળીની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરી અને એક અઠવાડિયામાં સરેરાશ 1.5 કિલો વજન વધાર્યું! જો કે, એ જોવું સારું છે કે ઘણા લોકોએ વજન ઓછું કરવા માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું અને 10 દિવસમાં તેમાંથી મોટાભાગના લોકોએ વધારાનું વજન ગુમાવ્યું હતું.”

અહેવાલ મુજબ, કાજુ કતરી અને ગુલાબ જામુન એ ભારતીય મીઠાઈઓ છે જે હેલ્થફાઈ મી એપ અનુસાર દિવાળીના સપ્તાહ દરમિયાન મીઠાઈના વપરાશમાં મોખરે રહી છે. આ સ્વીટ દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે તહેવારો દરમિયાન મહિલાઓની સરખામણીમાં પુરૂષો મીઠાઈ ખાવાનું વધુ વલણ ધરાવે છે. દિવાળીના સપ્તાહ દરમિયાન પુરુષોમાં ખાંડના વપરાશમાં 38 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્ત્રીઓમાં તે 25 ટકા હતો. એક અઠવાડિયામાં કસરતનો અભાવ અને વધુ ખાંડનું સેવન પુરુષોનું વજન સ્ત્રીઓ કરતાં વધુ વધવાનું મુખ્ય કારણ હતું. દિવાળીના સપ્તાહ દરમિયાન પુરુષોએ સરેરાશ 1.7 કિલો વજન વધાર્યું હતું, જ્યારે સ્ત્રીઓનું વજન 1.28 કિલો વધ્યું હતું.

ભારતના મુખ્ય મેટ્રોપોલિટન શહેરોમાં પુણે શહેરમાં ખાંડનો સૌથી વધુ વપરાશ 46 ટકા છે, ત્યારબાદ હૈદરાબાદ 34 ટકા, બેંગલુરુ 34 ટકા અને ચેન્નાઈ 33 ટકા છે. મુંબઈના લોકો મીઠાઈ ખાવાની ટેવને કાબૂમાં કરી શક્યા હતા અને ત્યાં ખાંડનો વપરાશ માત્ર 20 ટકા વધુ હતો. જ્યારે દિલ્હી અને કોલકાતામાં ખાંડના વપરાશમાં અનુક્રમે 30 ટકા અને 27 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/રિવાબા જાડેજા, ગોપાલ ઈટાલિયા અને મોરબીના ‘હીરો’