શું તમે પણ ચારધામની યાત્રા પર જવાનું પ્લાનીંગ કરી રહ્યા છો ? તો આ સમાચાર તમારા માટે જ છે. તીર્થ યાત્રીઓ માટે જરૂરી છે કે તેઓ ચારધામની યાત્રા કારવા માટે પહેલા રજીસ્ટેશન કરાવે.
યારધામ યાત્રાનું રજીસ્ટેશન ન કરનાર તીર્થ યાત્રીઓને યાત્રા કરવાનીં પરવાંનગી નહી મળે. ચારધામ યાત્રનું રજીસ્ટેશન ઓનલાઇન શરૂ થઇ ગયુ છે. તમને જણાવી દઇએ કે રજીસ્ટેશનને લઇને સરકાર કડક કાર્યવાહી કરી છે.પર્યટન વિભાગે ચારધામ યાત્રાને લઇને રવિવારે પોર્ટલ ખોલી છે.
યમનોત્રી ધામનો દ્વાર ખોલવાનો સમય નક્કી થતા જ પર્યટન વિભાગે રજીસ્ટર માટેની વેબ સાઈટ ખોલી દીધી છે. ચાર ધામ સહીત શ્રી હેમકુંડ સાહિબ યાત્રા માટે શ્રધાળુ રજીસ્ટેશન કરી શકે છે.
બદરીનાથ,કેદારનાથ, અને હેમકુંદના દ્રાર ખુલવાનો સમય પહેલાથી જ નક્કી કરી કરી દેવામાં આવ્યો હતો.ત્યાર બાદ ગંગોત્રી ધામના દ્રાર ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો. 14 એપ્રિલે યમુના જંયતી પર યમુનૌત્રી ધામનો દ્રાર ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો.
કઇ રીતે કરવું ચારધામ યાત્રાનું રજીસ્ટેશન
યાત્રાના રજીસ્ટેશનને લઇને કોઇ સમસ્યા ન આવે,વેબસાઈટ હેંગ ના થાય અને ક્રેસ ના થાય . એટલે વેબસાઈટને અપડેટ પણ કરવામાં આવે છે. શ્રધાળુ પર્યટન વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જઇને રજીસ્ટેશન કરી સકશે. આ સિવાય મોબાઇલ એપ અને વોટસ્એપ નંબર દ્વારા પણ રજીસ્ટેશન કરી શકાશે.
ગયા વર્ષે 54.82 લાખ શ્રધાળુએ દર્શન કર્યા હતા
ચારધામ યાત્રામાં ગયા વર્ષે 2023 માં કુલ 54.82 લાખ શ્રધાળુ દર્શન કરવા પહોંચ્યા હતા. સૌથી વધુ 19.28 લાખ શ્રધાળુ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. જ્યારે બદરીનાથમાં 17.46 લાખ શ્રધાળુએ દર્શન કર્યા હતા. ગંગોત્રી ધામમાં 8.98 લાખ શ્રધાળુ દર્શન કર્યા હતા. યમનૌત્રી પર 7.31 લાખ શ્રધાળુ્ દર્શન કર્યા હતા, હેમકુડ પર 1.77 લાખ શ્રધાળુએ દર્શન કર્યા હતા.
ધામ ખુલવાની તારીખ
કેદારનાથ ધામ 10 મે
બદરીનાથ ધામ 12 મે
ગંગોત્રી ધામ 10 મે
યમનૌત્રી ધામ 10 મે
હેમકુંડ ધામ 25 મે
10 મેના રોજ અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર યમુનોત્રી ધામના દ્વાર ખુલશે
આ વખતે અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર 10 મે, શુક્રવારના રોજ સવારે 10.29 કલાકે યમુનોત્રી ધામના દ્વાર ભક્તો માટે ખુલશે. વૈદિક મંત્રોના જાપ સાથે દ્વાર ખોલવામાં આવશે. જે બાદ ભક્તો ઉનાળા દરમિયાન 6 મહિના સુધી યમુનોત્રી ધામમાં માતા યમુનાના દર્શન કરી શકશે.
રવિવારે યમુના જયંતીના પવિત્ર તહેવાર પર યમુનોત્રી ધામના દ્વાર ખોલવાનો શુભ મુહૂર્ત શ્રી યમુનોત્રી મંદિર સમિતિ અને તીર્થ પુરોહિત મહાસભા દ્વારા ખુશીમઠ યમુના મંદિર ખાતે માતા યમુનાના શિયાળુ રોકાણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પંચાંગ અનુસાર નક્કી કરાયેલા શુભ સમયની જાહેરાત કરતા યમુનોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ ઉન્યાલે જણાવ્યું છે કે, યમુનોત્રી ધામના દરવાજા 10 મે, 2024, શુક્રવારના રોજ રોહિણી નક્ષત્ર કર્ક રાશિના શુભ દિવસે સવારે 10 વાગ્યે ખુલશે. વૈશાખ શુક્લ અક્ષય તૃતીયાનો તહેવાર 29 મિનિટે વિધિવત પૂજા બાદ માતા યમુનાના દ્વાર દર્શન માટે ખોલવામાં આવશે.
તે જ દિવસે સવારે 6.29 કલાકે માતા યમુનાની ઉત્સવની ડોલી શનિદેવ મહારાજની ડોલીના નેતૃત્વમાં ખુશીમઠથી યમુનોત્રી ધામ માટે પ્રસ્થાન કરશે. આ પછી, યમુનોત્રી ધામ પહોંચ્યા પછી, વિદ્વાન હવન અને પૂજા સાથે દ્વાર ખોલવામાં આવશે.
યમુનોત્રી ધામ યાત્રાનો પણ પ્રારંભ થશે. દ્વાર ખુલ્યા બાદ ઉનાળામાં 6 મહિના સુધી યમુનોત્રી ધામમાં માતા યમુનાના દર્શન થશે.ચાર ધામ યાત્રાની તૈયારીઓ ઝડપથી પૂર્ણ થઈ રહી છે. યાત્રા માટે ભક્તોની નોંધણી માટે વેબસાઇટ ખોલવામાં આવી છે. હવે ભક્તો રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ પણ વાંચો:ગાય માતાને લઈ આ સંસ્થાનું અનોખું સેવા કાર્ય, રસ્તાઓ પર ફરતી ગાયોને પીવડાવ્યું મેંગો જ્યુસ
આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના