Not Set/ ટ્રેડ યુનિયનોનું આજે ભારત બંધ, પ્રદર્શનકારીઓએ ટ્રાન્સપોર્ટને રોકવાનું કર્યુ શરૂ

દેશનાં અનેક ટ્રેડ યુનિયન અને સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન કર્યુ છે, જેની અસર દેખાવવા પણ લાગી છે, પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળનાં ગુવાહાટી, પૂર્વ મિદનાપુરમાં વિરોધ પ્રદર્શનકારીઓએ ટ્રાન્સપોર્ટને રોકવાનું શરૂ કરી દીધુ છે, બંધ સમર્થકોએ એનએચ-41 જામ કરી દીધો છે. ઉપરાંત હાવડામાં ટ્રેન પણ રોકી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, આ બંધને કેન્દ્ર […]

Top Stories India
07 01 2020 bharat bandh 19914088 ટ્રેડ યુનિયનોનું આજે ભારત બંધ, પ્રદર્શનકારીઓએ ટ્રાન્સપોર્ટને રોકવાનું કર્યુ શરૂ

દેશનાં અનેક ટ્રેડ યુનિયન અને સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન કર્યુ છે, જેની અસર દેખાવવા પણ લાગી છે, પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળનાં ગુવાહાટી, પૂર્વ મિદનાપુરમાં વિરોધ પ્રદર્શનકારીઓએ ટ્રાન્સપોર્ટને રોકવાનું શરૂ કરી દીધુ છે, બંધ સમર્થકોએ એનએચ-41 જામ કરી દીધો છે. ઉપરાંત હાવડામાં ટ્રેન પણ રોકી દેવામાં આવી છે.

Image result for bharat bandh

આપને જણાવી દઈએ કે, આ બંધને કેન્દ્ર સરકારની ‘રાષ્ટ્ર વિરોધી’ નીતિઓ વિરુદ્ધ આહવાન કરવામાં આવ્યું છે, સંગઠને દાવો કર્યો છે કે આ ભારત બંધમાં 25 કરોડ લોકો ભાગ લેશે. જે ટ્રેડ યુનિયને ભારત બંધ બોલાવ્યું છે, તેમનો દાવો છે કે કેન્દ્ર સરકાર તરફથી આર્થિક અને જન વિરોધી નીતિઓ લાગુ કરવામા આવી રહી છે, એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતા મજૂર કાયદાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિદ્યાર્થી સંઘ શૈક્ષણિક સંસ્થાઓમાં ફી વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, યુનિયનની માંગ છે કે કેન્દ્ર સરકારે કર્મચારીઓ સાથે વાત કરી નીતિઓ બનાવવી જોઈએ, પરામર્શ કર્યા વિના તેને લાગુ કરવી જોઈએ નહી.

યુનિયનની તરફથી 13 પોઇન્ટની માંગ રાખવામા આવી છે, જેમા કાબુથી બહાર થયેલી મોંઘવારી, પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ, બેરોજગારી, મોંઘવારી પર કાબુ મેળવવા માટે નીતિ બનાવવું શામીલ છે. યુનિયનની માંગ છે કે યુનિયન મજૂરોનો ઓછા માં ઓછો પગાર 21 હજાર રૂપિયા પ્રતિ મહિનો કરવામાં આવવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.