Accident/ ગોધરા બાયપાસ પર ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત

ગોધરા શહેર પાસે આવેલ પરવડી બાયપાસ નજીક આવેલ જય જલારામ સ્કુલ પાસે આજ રોજ બપોરના અરસામાં ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, દાહોદ તરફ જઈ રહેલા કાર ટ્રેલર સાથે ગેસ ટેન્કર ધડાકાભેર અથડાતાં ગેસ ટેન્કર મુખ્ય માર્ગ ઉપર પલ્ટી મારી ગયું હતું, જેના પગલે મુખ્ય માર્ગ ઉપર અવર જવર કરતા વાહનો […]

Gujarat Others
WhatsApp Image 2020 11 03 at 4.39.14 PM ગોધરા બાયપાસ પર ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત

ગોધરા શહેર પાસે આવેલ પરવડી બાયપાસ નજીક આવેલ જય જલારામ સ્કુલ પાસે આજ રોજ બપોરના અરસામાં ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, દાહોદ તરફ જઈ રહેલા કાર ટ્રેલર સાથે ગેસ ટેન્કર ધડાકાભેર અથડાતાં ગેસ ટેન્કર મુખ્ય માર્ગ ઉપર પલ્ટી મારી ગયું હતું, જેના પગલે મુખ્ય માર્ગ ઉપર અવર જવર કરતા વાહનો ની લાંબી કતાર લાગી ગયેલ હતી.

WhatsApp Image 2020 11 03 at 4.39.16 PM ગોધરા બાયપાસ પર ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત

ગેસ ટેન્કર અને કાર ટ્રેલર ના સર્જાયેલ અકસ્માત માં ગેસ ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, સદભાગ્યે ગેસ ટેન્કર ખાલી હોવાને લઇને એક મોઠી જાનહાનિ ટળી હતી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર અથડાવાને લઇને કાર ટ્રેલર નો એક ભાગ ચિરાઈ જવા પામ્યો હતો, અકસ્માતને લઇને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

WhatsApp Image 2020 11 03 at 4.39.17 PM ગોધરા બાયપાસ પર ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત

બનાવને લઇને એલ એન્ડ ટી અને ગોધરા તાલુકા પોલીસની ટીમ દોડી આવી હતી, એલ એન્ડ ટીની ટીમ દ્વારા ક્રેન વડે ટેન્કરના કેબિનમાંથી ડ્રાયવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગેસ ટેન્કર અને કાર ટ્રેલર મા થયેલ અકસ્માત મા કેબીન મા ફસાયેલ ચાલક ને બે ક્રેન ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ હતું, આ અકસ્માત મા ગેસ ટેન્કર ચાલક ને ગંભીર ઇજાઓ થઈ જતા ચાલક ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યું છે

Story By @નામદેવ પાટીલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ…