Not Set/ ગોંડલ/ કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવી, લાખો પડાવનાર ત્રણ ઝબ્બે, જાણો કેવી રીતે પડાવતા હતા પૈસા…?

થોડા સમયમાં ઘણું બધું મેળવી લેવાની આશા માણસ ને ગમે તે  ખોટું કામ કરતા પણ અટકાવતી નથી. આવો જ એક કિસ્સો ગોંડલ મુકામે બન્યો છે. મેલી મુરાદમાં તો બાર આવ્યા પરંતુ પછી થી પોલીસ ને હાથે પણ ઝડપાઈ ગયા. ચાલો જાણીએ વિગતવાર. ગોંડલમાં બાંધકામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી 2 લાખ 83 […]

Gujarat Others
images 5 ગોંડલ/ કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવી, લાખો પડાવનાર ત્રણ ઝબ્બે, જાણો કેવી રીતે પડાવતા હતા પૈસા...?

થોડા સમયમાં ઘણું બધું મેળવી લેવાની આશા માણસ ને ગમે તે  ખોટું કામ કરતા પણ અટકાવતી નથી. આવો જ એક કિસ્સો ગોંડલ મુકામે બન્યો છે. મેલી મુરાદમાં તો બાર આવ્યા પરંતુ પછી થી પોલીસ ને હાથે પણ ઝડપાઈ ગયા.

ચાલો જાણીએ વિગતવાર. ગોંડલમાં બાંધકામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી 2 લાખ 83 હજાર જેટલી રકમ પડાવનારા ત્રણ આરોપીની રાજકોટ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

આ ત્રણ આરોપીમાંથી બે આરોપી મહિલા છે. ફરિયાદીના દાવા મુજબ નિપા ઝાલા નામની એક મહિલા સાથે તેને દોસ્તી હતી. આ મહિલાએ પોતે ત્યક્તા હોવાની વાત કરી તેની સાથે મૈત્રી કરારથી રહેવાની ઓફર કરી હતી. એક મહિના પહેલા જ્યારે ફરિયાદી અને નિપા ઝાલા રાજકોટના પેડક રોડ પર આવેલા મકાનમાં બેઠા હતા, ત્યારે પ્રવિણ નામની વ્યક્તિએ પોતાને પોલીસકર્મી ગણાવી ગોરખધંધા કરતા હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી હતી.

કેસ નહીં કરવાની શરતે આ વ્યક્તિએ ફરિયાદી પાસેથી સમયાંતરે ઘણી વખત નાની મોટી રકમ પડાવી. આખરે ફરિયાદીએ હિંમત કરી પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.