Not Set/ ત્રિપુરામાં ભાજપ અને સીપીએમ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, દુકાનો અને મકાનમાં લગાવી આગ

ત્રિપુરામાં ભાજપ અને સીપીએમનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. સીપીએમનાં સમર્થકોએ દુકાનો અને મકાનોમાં આગ લગાવી દીધી છે. તો બીજી તરફ દક્ષિણ ત્રિપુરામાં ભાજપ સમર્થકોએ વ્હાલાદિમીર લેનિનની પ્રતિમાને ઉખેડીને ફેંકી દીધી છે. આ દરમિયાન તેમણે ભારત માતાકી જયના નારા લગાવ્યા. પાર્ટીના મહાસચિવ રામ માધવે આ ફોટો ટ્વિટ કર્યો. વામપંથી સ્મારકો હટાવવાને કારણે 13 જિલ્લાઓમા હિંસક […]

India
tripuara ત્રિપુરામાં ભાજપ અને સીપીએમ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, દુકાનો અને મકાનમાં લગાવી આગ

ત્રિપુરામાં ભાજપ અને સીપીએમનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. સીપીએમનાં સમર્થકોએ દુકાનો અને મકાનોમાં આગ લગાવી દીધી છે. તો બીજી તરફ દક્ષિણ ત્રિપુરામાં ભાજપ સમર્થકોએ વ્હાલાદિમીર લેનિનની પ્રતિમાને ઉખેડીને ફેંકી દીધી છે.

આ દરમિયાન તેમણે ભારત માતાકી જયના નારા લગાવ્યા. પાર્ટીના મહાસચિવ રામ માધવે આ ફોટો ટ્વિટ કર્યો. વામપંથી સ્મારકો હટાવવાને કારણે 13 જિલ્લાઓમા હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે..અનેક જિલ્લામાં 144 મી કલમ લગાડી દેવામાં આવી છે.

બીજી બાજુ રાજ્યમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીએમની ઘણી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી છે. આ સમાચારો પછી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગવર્નર તથાગત રૉયને સરકાર બને ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહ્યું છે.