ગૌહર ખાન અને ઝૈદ દરબાર આજે લગ્ન કરવાના છે. આ પહેલા ગૌહરની મહેંદી સેરેમની કરવામાં આવી હતી, આ પ્રસંગે ગૌહર ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, જ્યારે તેનો ભાવિ પતિ ઝૈદ પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો.
ગૌહર અને ઝૈદ બંને મેચિંગ કપડામાં જોવા મળ્યા હતા. ઝૌહરનો થનાર પતિ ઝૈદ પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબારનો પુત્ર છે.
ગૌહર ખાન અને ઝૈદ દરબાર ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, જોકે હાલમાં જ બંનેએ સંબંધોને જાહેર કર્યા છે.
ગૌહર ખાન ટ્રેડિશનલ બ્લુ અને પર્પલ ડ્રેસમાં જોવા મળી હતી. ગૌહરે ગોલ્ડન જ્વેલરી પહેરી હતી.
ગૌહરના મેચિંગ પોશાકમાં ઝૈદ દરબાર પણ જોવા મળ્યો હતો.
મુંબઇની એક હોટલમાં ગૌહર અને ઝૈદને નજીકના સંબંધીઓ અને મિત્રો વચ્ચે બંનેના લગ્ન થશે.
ગૌહર ભૂતકાળમાં ઝૈદ અને તેના પરિવાર સાથે વેકેશન પર પણ ગઈ હતી. ચાહકો માટે, ગૌહર સોશિયલ મીડિયા પર ઝૈદ સાથે તેની તસવીરો પોસ્ટ કરતી રહે.
ગૌહર ખાન બિગ બોસ 14 માં સિનિયર તરીકે પણ ઘરે પહોંચી હતી અને સિદ્ધાર્થ શુક્લા અને હિના ખાન સાથે ઘરે થોડા દિવસો ગાળ્યા હતા.
ગૌહર ખાન બિગ બોસ 7 ની વિજેતા છે. ગૌહરે ઘણી ફિલ્મ્સ અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. ઝૈદ દરબાર કોરિઓગ્રાફર છે.
હલ્દી સેરેમનીમાં ગૌહર ખાને પીળા રંગનો ડ્રેસ સાથે ફૂલોની ઝવેરાત પહેરી હતી.
આ પણ વાંચો :‘નયન’ ગીતને પ્રમોટ કરવા બિગ-બૉસ હાઉસ પહોંચી આ સિંગર
આ પણ વાંચો :બોલીવુડ પર કોરોનાનો કાળો કહેર, હવે આ એક્ટ્રેસ થઇ સંક્રમિત
આ પણ વાંચો :કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ થી સામે આવ્યો તેનો ફર્સ્ટ લૂક, જાણો તેના કિરદાર વિશે
આ પણ વાંચો :તારક મહેતા… શોમાં ફરી જોવા મળશે આ ફેમસ કલાકાર, જાણો કોણ છે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…