મહીસાગર/ મહીસાગરમાં બે બાળકો કેનાલમાં ડૂબ્યાં,બાળકો ને બહાર કાઠવા માટે બોલાવાયા સ્થાનિક તરવૈયા

હાલ મહીસાગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે મહીસાગરની સુજલામ સુફલામ કેનાલ માં 2 વિદ્યાર્થી ડૂબતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 18T184614.196 મહીસાગરમાં બે બાળકો કેનાલમાં ડૂબ્યાં,બાળકો ને બહાર કાઠવા માટે બોલાવાયા સ્થાનિક તરવૈયા

હાલ મહીસાગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે મહીસાગરની સુજલામ સુફલામ કેનાલ માં 2 વિદ્યાર્થી ડૂબતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. માહિતી અનુશાર આ ઘટના ખાનપુર ના વડાગામ પાસે ની હોવાનું સામે આવ્યું છે આ બાળકો વડાગામ પ્રાથમિક શાળાના વિધાર્થી હોવાનું સામે આવ્યું છે તેમજ તે મકનના મુવાડા ગામ ના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ વિધાર્થીઓ વડાગામ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતાં હોવાનું સૂત્રો દ્રારા જાણવામાં આવ્યું છે. આ બાળકોને બચાવવા માટે ત્યાંનાં સ્થાનિક લોકોએ કેનાલ માં ડૂબી જનાર બને બાળકો ને બહાર કાઠવા માટે સ્થાનિક તરવૈયા બોલાવાયા છે આ સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસ પોલીસને કરવામાં આવી છે ત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ આગડની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એકજ દિવસમાં આવા બે બનાવો સામે આવ્યા છે જેમાં બંને જગ્યા પર બાળકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓથી ભરેલી બોટ હરણી તળાવમાં પલટી જતા હડકંપ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું છે. જ્યારે 10 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી સાત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે.બોટમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા.

આપને જણાવી દઈએ કે,કલેક્ટર તેમજ મેયર અને સ્ટેડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિગતો મુજબ બોટમાં 4 શિક્ષકો પણ સવાર હતા. 7 વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિધાર્થીઓ હોવાની પણ માહિતી સામે આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા