Not Set/ સાબરકાંઠા-જામનગરનાં અકસ્માતોમાં બે દંપતીઓનો ચડ્યો ભોગ

ગુજરાતનાં દિવસેને દિવસે રોડ અકસ્માતનું પ્રમાણ તીવ્રતાથી વધી રહ્યું હોય તેવુ નોંધવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં મૃત્યુ અંક જોઇને ભલભલાને અરેરાટી છુટી જાય. રોજને રોજ રાજ્યના રોડ રક્ત રંજીત હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આજે અનેક રોડ અકસ્માતની નોંધવામાં આવેલી ઘટના વચ્ચે જામનગર અને સાબરકાંઠા જીલ્લામાં પણ રોડ અકસ્માતની ઘટના બની છે. બનેં ઘટનામાં […]

Gujarat Others
Truck crushes two pedestrians near Chottila, killing a youth died in Tanker hit to Activa, near Morbi

ગુજરાતનાં દિવસેને દિવસે રોડ અકસ્માતનું પ્રમાણ તીવ્રતાથી વધી રહ્યું હોય તેવુ નોંધવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં મૃત્યુ અંક જોઇને ભલભલાને અરેરાટી છુટી જાય. રોજને રોજ રાજ્યના રોડ રક્ત રંજીત હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આજે અનેક રોડ અકસ્માતની નોંધવામાં આવેલી ઘટના વચ્ચે જામનગર અને સાબરકાંઠા જીલ્લામાં પણ રોડ અકસ્માતની ઘટના બની છે. બનેં ઘટનામાં દંપતીઓનાં મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

સાબરકાંઠાની વાત કરવામાં આવે તો, પ્રાંતિજનાં તાજપુર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં પતિ અને પત્નીનું મોત નિપજ્યું છે. મૃતક મૂળ રાજસ્થાનનાં કોટાના રહેવાસી હતા અને રાજકોટ જતા દરમિયાન જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ટ્રક સાથે ઘડાકાભેર કાર અથડાતા દંપતીનો ભોગ લેવાયો હતો.

જામનગરનાં જોડિયા નજીક પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનને બાઇકને ઠોકર મારી દેતા, બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. મૃતક ઉગાભાઈ પારિયા અને તેના પત્ની સોમીબેનનું મોત નિપજાવી અજાણો ચાલક વાહન ચાલક ફરાર થય જતા, કુંનડ ગામેથી પરત જોડિયા જવા નિકળેલ આ દંપતી અંનતની વાટે ચાલી નીકળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.