Accident/ રીક્ષામાંથી પડી રહેલી પૌત્રીને બચાવવા માટે દાદીએ લગાવી છલાંગ, પછી…

ખેડા જીલ્લામાં ઠાસરા તાલુકાના વજેવાડમાં રહેતા રઈબેન ચાવડા પોતાની 5 વર્ષીય પૌત્રી દિવ્યાને લઈને રીક્ષામાં વિંજોલ ગામ તરફ જઈ રહ્યાં હતા. આ સમયે ઠાસરા-ડાકોર રોડ પર સ્પીડ બ્રેકર આવતા દાદીના ખોળામાં બેઠેલી દિવ્યા ઉછળીને રીક્ષામાંથી બહાર પડી ગઈ હતી.

Gujarat Others
a 338 રીક્ષામાંથી પડી રહેલી પૌત્રીને બચાવવા માટે દાદીએ લગાવી છલાંગ, પછી...

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને આ પ્રકારની ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં સોમવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વર્ષની બાળકી અને તેની દાદીના મોતની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, ખેડા જીલ્લામાં ઠાસરા તાલુકાના વજેવાડમાં રહેતા રઈબેન ચાવડા પોતાની 5 વર્ષીય પૌત્રી દિવ્યાને લઈને રીક્ષામાં વિંજોલ ગામ તરફ જઈ રહ્યાં હતા. આ સમયે ઠાસરા-ડાકોર રોડ પર સ્પીડ બ્રેકર આવતા દાદીના ખોળામાં બેઠેલી દિવ્યા ઉછળીને રીક્ષામાંથી બહાર પડી ગઈ હતી. પરંતુ ત્યારબાદ દિવ્યાને પકડવાના પ્રયાસમાં રઈબેન પણ રીક્ષામાંથી બહાર પટકાયા હતી.

આ સમયે રીક્ષાનું ટાયર દિવ્યા પર ફરી વળતા પૌત્રી ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. જ્યારે દાદીમાં રઈબેનને માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે હવે બીજી બાજુ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :ST બસોમાં મહિલાઓને અપાઈ કંડકટરની ફરજ, સુરેન્દ્રનગરમાં મળ્યો સારો પ્રતિસાદ

આ પણ વાંચો :અમદાવાદમાં કોચિંગ ક્લાસના શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…