બનાસકાંઠા/ ડીસા નજીક ST બસે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ખેડૂતોના ઘટનાસ્થળે જ મોત થયાં

અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી

Gujarat Others
Untitled 137 ડીસા નજીક ST બસે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ખેડૂતોના ઘટનાસ્થળે જ મોત થયાં

રાજયમાં  દિવસેને દિવસે અકસ્માતના કેસો વધતા જોવા મળી રહ્યા છે  . ક્યારે એવો  ગંભીર અકસ્માત હોય છે લોકો મૃત્યુ પામતા હોય છે . ત્યારે બનાસકાંઠા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા  હોવાનું જાણવા મળ્યું છે   ખેડૂતો ખરીદીને પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો ;સુરેન્દ્રનગર /  થાનગઢમા ભૂમાફયાઓએ ખોદી નાખ્યા ગૌચર ,પશુપાલકોમાં રોષ ભરાયો

મળતી માહિતી  મુજબ મંગળવારે મોડી સાંજે ST બસે આગળ જતાં  બને વ્યક્તિઓના  ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાતાલેપુરાથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન બનાસ નદીના બ્રિજ પર બસે ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું રોડ પર પટકાતા અને બીજાનું ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો ;ગુજરાત / રાજયમાં આવતીકાલે આકાશમાં ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે

આ  ઉપરાંત સુઈગામ પાસે હિટ એન્ડ રનની પણ ઘટના સામે આવી હતી. જ્યાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા.  રહેતા ત્રણ યુવકો બાઈક લઈને સુઈગામ હાઈવે પરથી પસાર થઈ જતા તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા ઘટના બની હતી.

આ પણ વાંચો ;ગમખ્વાર અકસ્માત / રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચે ટક્કર, 12 લોકોના મોત