Not Set/ બે મિત્રો માછલી પકડવા નદીમાં ઉતર્યા, એક મિત્રનું ડુબી જવાથી મોત, બીજાનું બચાવ

  @ કાર્તિક વાજા ઊના ઊનાના રામેશ્વર ગામની રાવલ નદીમાં યુવાનનું ડુબી જવાથી મોત… બે મિત્રો માછલી પકડવા ગયેલા હતા. બીજા દિવસે સવારે નદીના પાણીમાં મૃતદેહ જોવા મળ્યો… ઊનાના રામેશ્વર ગામે રહેતો યુવાન ગુરૂવારે રાવલ નદીમાં માછલી  પકડવા માટે તેનો મિત્ર સાથે ગયેલ હોય  અને આજે સવારે નદીના પાણીમાં યુવાનનો મૃતદેહ જોવા મળતા સ્થળ પર […]

Gujarat
IMG 20210702 215253 બે મિત્રો માછલી પકડવા નદીમાં ઉતર્યા, એક મિત્રનું ડુબી જવાથી મોત, બીજાનું બચાવ

 

@ કાર્તિક વાજા ઊના

ઊનાના રામેશ્વર ગામની રાવલ નદીમાં યુવાનનું ડુબી જવાથી મોત…

બે મિત્રો માછલી પકડવા ગયેલા હતા. બીજા દિવસે સવારે નદીના પાણીમાં મૃતદેહ જોવા મળ્યો…

ઊનાના રામેશ્વર ગામે રહેતો યુવાન ગુરૂવારે રાવલ નદીમાં માછલી  પકડવા માટે તેનો મિત્ર સાથે ગયેલ હોય  અને આજે સવારે નદીના પાણીમાં યુવાનનો મૃતદેહ જોવા મળતા સ્થળ પર તેનો પરીવાર તેમજ પોલીસ સહીત ધટના સ્થળે દોડી ગયેલ અને મૃતદેહને સરકારી હોસ્પીટલે પીએમ ખાતે ખસેડાયેલ…

રામેશ્વર ગામે રહેતા રણછોડભાઇ માધાભાઇ બાંભણીયા ઉ.વ.35 તેમજ જીણાભાઇ બાબુભાઇ બાંભણીયા બન્ને યુવાનો ગુરૂવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ રામેશ્વર અને મોઠા ગામ વચ્ચે પસાર થતી રાવલ નદીમાં મચ્છી પકડવા ગયેલા હતા. અને રાત પડતા રણછોડભાઇ ધરે ન આવતા તેમના પરીવારના સભ્ય તપાસ કરતા મળી આવેલ નહી. અને રણછોડભાઇનો દિકરો પીયુશ ઉ.વ.14એ તેના પિતા સાથે ગયેલ જીણાભાઇને કહેલ કે મારા પપ્પા તમારી સાથે ગયેલ હતા. તે ક્યાં છે તો તેમણે જણાવેલ કે મોઠા સાઇડ મચ્છી પકડવા ગયા છે. તેમ કહી ચાલ્યા ગયેલ પરંતુ રાત આખી વિત્યા છતાં પરત ધર નહીં આવતા વહેલી સવારે રામેશ્વર ગામે સ્મશાન પાસે રાવલ નદીના પાણીમાં રણછોડભાઇનો મૃતદેહ જોવા મળેલ હતો. અને ગામમાં વાયુવેગે વાત પ્રસરી જતાં તેમનો પરીવાર તેમજ ગામ લોકો ધટના સ્થળો દોડી ગયેલા હતા.

પોલીસને જાણ કરતા તે પણ પહોચી ગયેલ અને નદીમાં મૃતદેહ પાસે મચ્છી પકડવાની ઝાડી તેમજ દોરડુ પડેલ હોય મૃતદેહને રીક્ષા મારફતે ઊના સરકારી હોસ્પીટલે પી.એમ માટે ખસેડાયેલ. સરકારી હોસ્પીટલના ડો.જાદવએ જણાવેલ કે યુવાન નદીના પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યુ હોય તેમના વિસરા લઇ જામનગર ખાતે મોકલી આપેલ હોય બાદમાં મોતનું સાચુ કારણ બહાર આવશે. આમ યુવાનના મોતથી પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. મૃતકના પત્નિ મંજુબેનએ ઉના પોલીસમાં જાહેર કરેલ છે.