અમદાવાદ/ ચાંદખેડામાં વીજકરંટથી બે લોકોનાં મોત, ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ

12 વર્ષના બિપિન નામના બાળકને બચાવવા જતાં અર્ચના નામની મહિલા પણ કરંટ લાગતા મોતને ભેટી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા

Ahmedabad Gujarat
વીજકરંટથી
  • અમદાવાદના ચાંદખેડામાં વીજકરંટથી મોત
  • વીજ કરંટથી બે લોકોના મોત
  • એક કિશોર અને એક મહિલાનું મૃત્યુ
  • શુભ લક્ષ્મી સોસાયટીની ઘટના
  • કિશોરને કરંટ લાગતા મહિલા બચાવવા ગઈ હતી

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડામાં વીજકરંટથી બે લોકોનાં મોત થયા છે. શુભલક્ષ્મી સોસાયટીમાં કિશોરને કરંટ લાગતા મહિલા બચાવવા ગયા હતા. ત્યારે તેમને પણ શોક લાગતા મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ કિશોર અને મૃતક મહિલાના ઘરમાં શોકનો માહોલ છવાયો છે.12 વર્ષના બિપિન નામના બાળકને બચાવવા જતાં અર્ચના નામની મહિલા પણ કરંટ લાગતા મોતને ભેટી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) લઈ જવાયા હતા પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, મૃતક ઘરનો લોખંડનો ગેટ ખોલવા જતા હતા ત્યારે દરવાજા પાસે આવેલા ઇલેક્ટ્રિક વીજપોલના કારણે શોક લાગ્યો હતો. તેના પાડોશી અર્ચનાબહેન તેમને બચાવવા દોડી ગયા હતા. ત્યારે તેમણે પણ શોક લાગ્યો હતો. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલ બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારને થયો કોરોના, ઘરે જ લઇ રહ્યા છે સારવાર

આ પણ વાંચો:સરદાર સન્માન સંકલ્પ યાત્રા પહેલાં અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાની અટકાયત

આ પણ વાંચો: દેશમાં કોરોનાની દહેશત વચ્ચે નવા કેસમાં સતત વધારો,એક જ દિવસમાં નવા 8 હજારથી વધુ કેસ